જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઈ

જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી સંદર્ભમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તમામ 16 વોર્ડના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી…

જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી સંદર્ભમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તમામ 16 વોર્ડના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે પૂર્વ ધારાસભ્ય અને પ્રભારી લલીતભાઈ વસોયા તથા પ્રદેશ નિયુકત રહીમભાઈ સોરા ની ઉપસ્થિતિ માં શહેર કોંગ્રેસ કાર્યાલય માં સવારે 9 થી 1 સુધી વોર્ડ નં. 1 થી 8 ના દાવેદારો ઉમટી પડયા હતા. જયારે બાકીના વોર્ડ નં. 9 થી 16ના દાવેદારો માટે બપોરે 3 થી 6 નો સમય રાખવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા), મહામંત્રી ભરતભાઈ વાળા, મીડિયા ઈન્ચાર્જ સંજયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *