જામનગરમાં આરોપીઓ સહિત 14 મકાનોમાંથી રૂા. 44 લાખની પાવર ચોરી ઝડપાઈ

જામનગરના સીટી ’ એ ’ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ. કેસ માં પકડાયેલ આરોપીઓ ના રહેણાંક મકાનો માં વીજ ચોરી ઝડપી લેવા વીજ કંપની અને…

જામનગરના સીટી ’ એ ’ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ. કેસ માં પકડાયેલ આરોપીઓ ના રહેણાંક મકાનો માં વીજ ચોરી ઝડપી લેવા વીજ કંપની અને પોલીસે સંયુક્ત રીતે ચેકીંગ કરતાં કુલ રૂૂ . 44,50,000 નો વિજ ચોરી નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.

જામનગર સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એન.એ.ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફ ની ટીમ તથા વીજ કંપની અધિકારી તેમજ કર્મચારીઓ સાથે સીટી એ. ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એનડીપીએસ ના ગુન્હામાં પકડાયેલ આરોપીઓ ના રહેણાક મકાને વીજ ચેકિંગ કરવામા આવ્યું હતું.

જેમા આરોપીઓ તુષાર ઉર્ફે ટકો હરીશભાઇ ગણાત્રા (રહે. હવાઇચોક) ના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતાં ગેરકાયદેસર રીતે વીજ ચોરી કરતાં પકડાઇ ગયો હોવાથી રૂૂ.5,50,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત રીઝવાન ઉર્ફે દાણી મહમદભાઇ કોરેજા (રહે. સેતાવાડ) ના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતાં વીજ ચોરી થતી હોવા નું જણાતા રૂૂ.1,20,000 નો દંડ , યાકુબ ઉર્ફે મુન્નો ગુલામહુશેન દરજાદા ( રહે. ખોજા ગેઇટ ) ના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતાં ગેરકાયદેસર વીજ ચોરી ઝડપતાં રૂૂ. રૂૂ. 1,25,000 નો દંડ , મોહસીન ઉર્ફે મુસો મેહબુબભાઇ રૂૂમી (રહે. હર્ષદમીલ ની ચાલી ), ના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતાં વીજ ચોરી થતી હોવા નું માલુમ પડતાં તેને રૂૂ.2,25,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત કામીલરજા હસનભાઇ મેતર (રહે. સેન્ટ્રલબેન્ક પાસે ) ના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતાં વીજ ચોરી અન્વયે રૂૂ. 5,50,000 નો દંડ , હનીફ ઉર્ફે હનફો ચોર આમદભાઇ સમા (રહે. અકબરશા મસ્જીદ પાસે ) ના રહેણાક મકાને વીજ ચેકીંગ દરમ્યાન વીજ ચોરી અંગે રૂૂ.2,30,000 નો દંડ , સોહીલ હનીફભાઇ સમા (રહે, અકબરશા મસ્જીદ પાસે ) ના રહેણાક મકાને વીજ ચેકિંગ માં વીજ ચોરી કરતા પકડાઇ જતાં રૂૂ.4.50,000 નો દંડ , અસ્ફાક ઉર્ફે બાટુમામાં હુશેનભાઇ માડકીયા (રહે. ખોજા નાકા) ના રહેણાક મકાન માંથી વીજ ચોરી ઝડપતા. રૂૂ.17,00,000 નો દંડ , ગની ઉર્ફે નદીમભાઇ મેહબુબભાઇ શેખ તથા સમીર ઉર્ફે સેમ ઉર્ફે જીમી મેહબુબભાઇ શેખ (રહે. બન્ને સુભાષ માર્કેટ ) ના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાઇ જતાં રૂૂ.2,50,000 નો દંડ , અને મેહમુદભાઇ મહમદભાઇ રફાઇ ના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતાં ગેરકાયદેસર વીજ ચોરી કરતાં પકડાઇ જવાથી રૂૂ.2,50,000 નો દંડ કરવામા આવ્યો છે. આમ કુલ 11 આરોપીઓના તેમજ અન્ય 3 ઇસમો ના રહેણાક મકાને વીજચેકિંગ કરતાં કુલ રૂૂ. 44,50,000 નો દંડ ફટકારી તમામ વિરૂૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *