જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો નિલેશ ગોવિંદભાઈ ચાવડા નામનો 35 વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળીને બાવરીવાસ નજીકના પાટા…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો નિલેશ ગોવિંદભાઈ ચાવડા નામનો 35 વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળીને બાવરીવાસ નજીકના પાટા ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન ધસમસતી ટ્રેન આવી જતાં ટ્રેન હેઠળ કપાઈ ગયો હતો, અને તેના દેહના ટુકડા થઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે તેના મોટાભાઈ રાજેશભાઈ ગોવિંદભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે. એલ. ગાગિયા બનાવના સ્થળે દોડી ગયા હતાઝ અને શ્રમિક યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને શ્રમિક યુવાનના પરિવારમાં ભારે શોક નું મોજું ફરી વળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *