જેતપુરમાં કુખ્યાત પાયલ બુટાણીનો આંતક, પોલીસ ફરિયાદનો ખાર રાખી મહિલા ઉપર હુમલો

સાફસફાઇ માટે આવતી મહિલા ઉપર ઘરમાં ચોરીનું આળ મૂકી માર માર્યાની ફરિયાદ બાદ વધુ એક ગુનો નોંધાયો જેતપુરમાં રહેતી કુખ્યાત પાયલ બુટાણી સામે સતત બીજા…

સાફસફાઇ માટે આવતી મહિલા ઉપર ઘરમાં ચોરીનું આળ મૂકી માર માર્યાની ફરિયાદ બાદ વધુ એક ગુનો નોંધાયો

જેતપુરમાં રહેતી કુખ્યાત પાયલ બુટાણી સામે સતત બીજા દિવસે બીજી ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે પાયલ બુટાણીના મકાને સફાઈ કરવા આવતી મહિલા પર ચોરીનો આળ મૂકી તેને માર માર્યો હતો. બાદમાં ફરીવાર ઘરે ધસી જઈ મહિલા અને તેના પતિ પર હુમલો કરતા પાયલ બુટાણી, તેની માતા સહીત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.જેનો ખાર રાખી મહિલાને ધમકી આપ્યાની બીજી ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ બનાવ અંગે જેતપુર અમરનગર રોડ પર આકાશ રેસીડેન્સી બ્લોક નં.-401 માં રહેતી 36 વર્ષીય પરિણીતા હીનાબેન પ્રવીણભાઇ જેઠવાએ નોંધાવેલી બીજી ફરિયાદમાં આરોપી તરીકે કુખ્યાત પાયલ ભાવેશ બુટાણી અને પાયલ ડાભીનું નામ આપ્યું છે. પાયલ બુટાણીએ તેના ઘરે કચરા-પોતા અને સફાઈ કામ કરવા આવતી હીનાબેનને પતિ સાથે પાયલે તેના ઘરે બોલાવી ઉપર ચોરીનો આળ મૂકી તેના હુમલો કર્યો હતો જે ઘટનામાં મહિલાને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે જેતપુર સીટી પોલિસની ટીમે પાયલ બુટાણી, તેની માતા ભાવના અને પાયલ કોળી સામે ફરિયાદ નોંધી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા છતાં કુખ્યાત પાયલ બુટાણીએ બીજા દિવસે લખન ઝળકાવ્યા હતા.

પોલીસ ફરીયાદનો ખાર રાખી પાયલ બુટાણી અને પાયલ ડાભીએ રોજ સાંજના સાડા પાચેક વાગ્યે જેતપુર અમરનગર રોડ પર આકાશ રેસીડેન્સી બ્લોક નં.-401 માં રહેતી 36 વર્ષીય પરિણીતા હીનાબેન પ્રવીણભાઇ જેઠવાના ઘરે જઈ ફરી હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *