ચોટીલા પાસે ‘હિટ એન્ડ રન’માં જૈન મહારાજ કાળધર્મ પામ્યા

ચોટીલા – નેશનલ હાઈવે ઉપર મઘરીખડા નજીક આવેલ જોલી એન્જોય પાસે વહેલી સવારે વિહાર કરીને ચાલી આવતા દેરાવાસી જૈન સમાજનાં સાધુ મહારાજ ને કોઈ અજાણ્યાં…

ચોટીલા – નેશનલ હાઈવે ઉપર મઘરીખડા નજીક આવેલ જોલી એન્જોય પાસે વહેલી સવારે વિહાર કરીને ચાલી આવતા દેરાવાસી જૈન સમાજનાં સાધુ મહારાજ ને કોઈ અજાણ્યાં વાહનની ઠોકરે અકસ્માતે કાળધર્મ પામ્યાનો બનાવ બનતા અરેરાટી સાથે ઘેરા શોક ની લાગણી સમગ્ર જૈન સમાજ અને ધર્મ પ્રેમી જૈનેતરોમાં વ્યાપી ગયેલ છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.

ઘટનાની મળતી માહિતી મુજબ વહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં શાપર થી ચોટીલા તરફ વિહાર કરીને ચાલીને આવતા દેરાવાસી જૈન સમાજના ગણીવર્ય સાધુ મહારાજ પ્રન્યાસપ્રવર ઓમકારશેખર વિજયજી મહારાજ કોઈ અજાણ્યા વાહનની ઠોકરે ગંભીર ઇજા પામતા કાળધર્મ પામ્યાં છે.

અકસ્માતે કાળધર્મ પામનાર મહારાજ જૈન સમાજમાં પ્રસિધ્ધ નામના ધરાવતા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરી સમુદાયના ઉપનય સમ્રાટ પ.પૂ. આચાર્ય શ્રી અજિતશેખરસૂરિ મહારાજાના શિષ્ય થતા હતા. ઘટના અંગે ચોટીલા જૈન સભાજને જાણ થતા તાત્કાલિક મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી ગયેલ હતો. અકસ્માત સર્જનાર વાહન અને તેના ચાલક વિશે કોઈ જાણકારી હજું પ્રાપ્ત થયેલ નથી અને જૈન સમાજમાં ઘેરો શોક છવાયો છે. અને તરેહ તરહની ચર્ચા જૈન સમાજમાં જગાવી છે. અકસ્માત અંગે ઉંડી તપાસ હાથ ધરાય તે જરૂૂરી છે.
અકસ્માતમાં ગંભીર ઇજા ને કારણે ભોગ બનનાર જૈન સાધુ મહારાજ 34 જેટલા સાથી મહારાજ સાથે શાપર ઉપાશ્રય ખાતે રાત્રી નિશ્રામાં હતા જેઓ સવારનાં ત્રણ જેટલી ટૂકડીમાં અલગ અલગ ચોટીલા તરફ આવી રહેલ હતા ત્યારે આગળ ચાલી રહેલ એક જૈન ગુણીવર ને કોઇ અજાણ્યું વાહન ઠોકર મારી ગંભીર ઇજા પહોંચાડતા ચોટીલા હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટર એ દેહત્યાગ હોવાનું જણાવ્યું હતું.

કાળધર્મ પામનાર સાધુ મહારાજની બપોર બાદ પાલખીયાત્રા નિકળશે. સાંજે 4 કલાકે અંતિમ સંસ્કાર વિધિ ચોટીલા ખાતે કરવામાં આવશે ચોટીલા અને આસપાસ વસતા સમસ્ત જૈન સમાજ સાથે કાળધર્મ પામનાર મહારાજના સંસારી પરિવારજનો સાથે અનેક શહેરોનાં તેમના અનુયાયી શ્રાવક, શ્રાવિકાઓ મોટી ચોટીલા ખાતે ઉમટશે. ચોટીલા ખાતે વસતા દેરાવાસી જૈન સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ અને સમગ્ર જૈન સમાજ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી પાખી પાળેલ છે. 11 કલાક બાદ દેરાવાસી જૈન ભુવન ખાતે કાળધર્મ પામનાર મહારાજ સાહેબશ્રી ના સમાધિસ્ત દર્શન માટે રાખવામાં આવશે.

તેમજ બપોરે બે કલાકે પાલખીની ચઢાવા બોલી સાથે ઉચ્છામણી બોલશે. અને 4 કલાકના અરસામાં મુળાવાવ ચામુંડા મંદિરની નજીક અંતિમ સંસ્કાર વિધી યોજાશે. પ.પૂ.પંન્યાસ ઓમકારશેખર વિજયજી મ.સા. નું સંસારી પરિવારજનો મુંબઈ ખાતે વસતો હોવાનું જેઓનો માત્ર 26 વર્ષની દીક્ષા પર્યાય અને 6 વર્ષના પન્યાસપદ પર્યાય દરમિયાન તેઓએ સંયમ, સાધના અને શાસનસેવાની અમૂલ્ય છાપ મૂકી છે. તેમનું સમગ્ર જીવન ત્યાગ, તપ અને શાસનપ્રભાવનાનું જીવંત ઉદાહરણ રહ્યું છે. જૈન સાધુ મહારાજના જીવન કાળમાં અંતિમ પાલખીયાત્રા અંગે જૈન સમાજમાં ઉત્સવરૂૂપી માહોલ હોય છે. સમાધિસ્ત અવસ્થામાં પાલખી વાજતે ગાજતે બેન્ડવાજા સાથે શહેરના રાજમાર્ગ ઉપર ફરશે હજારો લોકો યાત્રામાં જોડાઈ આસ્થાભેર લાભ લેશે. અને છેલ્લે મહારાજ સાહેબનો જય જય નંદા, જય જય ભદ્દા ના પ્રખર નાદ સાથે અંતિમ સંસ્કાર વિધિ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *