ચૈત્ર સુદ આઠમ ને ગુરુવાર તારીખ 26 માર્ચ ના દિવસે સવારના 11.50 સુધી આઠમ તિથિ છે ત્યારબાદ નોમ તિથિ છે જે શુક્રવારે સવારના 10.08 કલાક સુધી છે આમ ચૈત્ર સુદ નોમ ને શુક્રવારે ઉદિત નોમ તિથિ છે જ્યારે શુક્રવારે પુનર્વસુ નક્ષત્ર પણ શુભ છે પંચાંગમાં પણ વૈષ્ણવ પંથ ની રામનવમી શુક્રવારે લખેલ છે આથી દરેક રીતના જોઈએ તો રામનવમી તારીખ 27 માર્ચ ને શુક્રવારે મનાવી ઉચિત ગણાય છે. જોકે અયોધ્યામાં રામ નવમી 26 તારીખ ને ગુરુવારે છે જ્યારે સરકારી જાહેર રજા પણ 26 તારીખે છે. ગુજરાતના મોટાભાગના મંદિરોમાં 27 માર્ચ શુક્રવારે રામનવમી મનાવાસે તેવું જાણવા મળેલ છે.
ગુરુવારે દુર્ગાષ્ટમી છે આથી ગુરુવારના દિવસે જે લોકોને આઠમના નિવેદ થતા હોય તો ગુરુવારના દિવસે કરવા આઠમનો હવન થતો હોય તો ગુરુવારના દિવસે કરવો શુભ અને ઉત્તમ રહેશે. શ્રી રામ નામનુ મહત્વ શ્રી રામ શબ્દમાં ત્રણ અક્ષર છે. 2 અમ… એટલે અગ્નિ નું બીજ જે અશુભ કર્મને બાળે છે. ’અ’ એટલે સુર્યનું બીજ તે અહંકાર નાશ કરે છે અને જ્ઞાન ની પ્રાપ્તિ કરાવે છે મ એટલે ચંદ્ર નુ બીજ આધી વ્યાધી અને ઉપાધી હરી લે છે. રામ નામ ૐ કાર સમાન છે. બીજા બધા મંત્ર જાપ બોલવામાં નીતિ નિયમ છે.
ફક્ત રામ નામના મંત્ર જ એવો છે કે જે કોઈપણ જગ્યા એ કોઈપણ સમયે બોલી શકાય છે. ઘર પૂજા મંદિર અને સ્મશાનમાં પણ બોલી શકાય છે. રામનવર્મીના દિવસે ઉપવાસ અથવા એકટાણું-કરવું. રામ નામનું લેખન કરવું. શ્રીરામના 7 સૌથી સરળ મેંત્રોમાં છે. દરેક મુશ્કેલી દૂર કરે છે રામનવમી ના દિવસે શ્રી રામના 7 મંત્ર તમારી મુસિબતો દૂર કરશે. રામ નવમી ના દિવસે આ મંત્રના જપ પણ કરવા પણ ઉત્તમ છે. (1) ’રામ’ આ મંત્ર કોઈપણ જગ્યાએ બોલી શકાય છે કોઈપણ સમયે બોલી શકાય છે મહામંત્ર છે જીવનની મુસીબત દૂર કરે છે અને શાંતિ આપે છે. છે.(2) રાં રામાય નમ: આ મેંત્રના જપ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.(3) રામચંદ્રાય નમ: આ મંત્રના જપથી જીવનના કલેશ દૂર થાય છે.(4) ૐ રામભદ્રાય નમ’ કાર્યની ” સિધ્ધિ માટે પ્રભાવી મંત્ર છે.(5) શ્રી નમો ભગવતે રામચંદ્રાય’ આ મંત્ર આપત્તિના નિવારણ છે. (6) ’શ્રી’રામ જય રામ જપ- જય રામ આ મંત્ર શુભમનોકામના માટે(7) ’શ્રીરામ ગાયત્રી મંત્ર-શ્રી દશરથાય વિમહે સીતા વલ્લભાય ધીમહિ તત્રો રામ પ્રયોધ્યાત…..સર્વ કાર્ય સિદ્ધ આપે છે. કોઈપણ વ્યક્તિ બધા જ આ મંત્ર જપી શકે છે.
– રામનવમીના દિવસે રામચંદ્ર ભગવાનનું સ્થાપન કરી પૂજન કરી અને આ મંત્ર જપનું અનુષ્ઠાન કરવું ઉત્તમ ફળદાય છે. તે ઉપરાંત દરરોજ પણ આ મંત્ર જપનુ અનુષ્ઠાન કરી શકાય છે સાથે રામનવમીના દિવસ રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો પણ ઉત્તમ છે. શ્રી રામ ભગવાનનું પૂજન:- રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે શ્રીરામચંદ્ર ભગવાનનું પુજન કરવું ઉત્તમ છે. એક બાજોઠ કે પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર રામચંદ્ર ભગવાનની છબી પધરાવી. છબીની બાજુમાં દિવો કરવો. ભગવાનને ચંદનનું તિલક, ચોખા – કરી પોતે પણ ચાંદલો કરવો. ભગવાનને ફૂલ અર્પણ કરવું, ચોખા, અબીલ, ગુલાલ કંકુ અર્પણ કરવા.
નૈવેદમાં પંજરી ઘરાવવી, ફળ ધરાવવા. આ બધી પુજા કરતા કરતા શ્રીરામ નામ ઘરના બધા જ સભ્યો એ લેતા રહેવું, ત્યારબાદ રામ ભગવાનની આરતી ઉતારી અને ક્ષમાયાચના માંગવી. આ દિવસે સાથે લક્ષ્મણજી અને સિતાજીનું પણ પુજન કરવું ઉત્તમ છે. રામ નવમીના – દિવસે બપોરે અભિજીત મુહુઁત 12.24 થી 1.14 સુધી – છે. તેમાં પણ શ્રીરામ ચંદ્ર ભગવાનનું પુજન કરવું ઉત્તમ છે. ભગવાન શ્રીરામનો જન્મ હોય કે કૃષ્ણ જન્મ હોય. જન્મ ઉત્સવમાં પંજરી ધરાવવાનું મહત્વ કત્વ વધારે છે. પંજરીમાં ધાણાં સાકર અને નાળિયેર આવે છે.જે શુભ છે. એક = માન્યતા પ્રમાણે ભગવાનને પંજરી બહુ પ્રિય હતી. આથી પણ પંજરી ધરાવવાનું મહત્વ છે. સાથે પંજરીમાં ઠંડકના ગુણ વધારે છે. સાથે પાચન માટે પણ ઉત્તમ છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ સારી છે આમ ભગવાનને પંજરી ઘરાવવાનું મહત્વ વધારે છે.
