Connect with us

Uncategorized

ઇઝરાયલે ગાઝાની હોસ્પિટલમાંથી હમાસના 100 આતંકીઓને પકડયા

Published

on

તબીબ અને હોસ્પિટલના કર્મચારી તરીકે કાર્ય કરતા હતા

ઇઝરાયેલે ગાઝામાં તેની જમીની સૈન્ય કાર્યવાહી વધુ આકરી બનાવી છે. તેણે એક હોસ્પિટલમાં છુપાયેલા હમાસના 100થી વધુ આતંકીઓને ઝડપીને મહત્વની સફળતા હાંસલ કરી છે. આમેય ઇઝરાયેલ છેલ્લાં અનેક દિવસોથી દાવો કરી રહ્યો છે કે હમાસના આતંકીઓ રહેણાંક વિસ્તારો, રાહત શિબિરો અને હોસ્પિટલોમાં આશરો લઇને તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે.


ઇઝરાયેલ દળોએ બેઇત લાહિયામાં કમાલ એડવાન પર દરોડા પાડ્યા હતા. જેમાં 44 પુરુષ સ્ટાફને અટકમાં લેવાયા હતા તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે. આ હોસ્પિટલમાં 200 જેટલા દરદીઓની સારવાર ચાલી રહી છે. ઇઝરાયેલના હુમલામાં હોસ્પિટલ લગભગ ધ્વસ્ત થઇ ગઇ છે.ઉલ્લેખીય છે કે ઇઝરાયેલે યુદ્ધના ગાળામાં અનેક હોસ્પિટલો પર હુમલા કર્યા છે. આ હોસ્પિટલોમાં આતંકીઓ નથી હોતા તેવા દવા પેલેસ્ટાઇનના મેડિકલ સ્ટાફ કરે છે. યુએનના આંકડા મુજબ ચાર લાખથી વધુ લોકો હજી પણ ઉત્તર ગાઝામાં છે અને ભીષણ ભૂખમરો વેઠી રહ્યા છે. ઇઝરાયેલે આ વિસ્તારમાં કાળો કહેર લાવીને 43,000થી વધુ પેલેસ્ટાઇન્સને મારી નાખ્યા છે. ઇઝરાયેલના એક લશ્કરી અધિકારીએ જણાવ્યું છે કે કમાલ અદવાન હોસ્પિટલની ફરતે ભારે લડાઇ ચાલી રહી છે.
હોસ્પિટલમાંથી શસ્ત્રો પણ મળ્યા છે. અમુક આતંકીઓ તેમની જાતને તબીબ અને હોસ્પિટલના કર્મચારી તરીકે દર્શાવી રહ્યા છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

દિવાળી પર્વ દરમિયાન ખંભાળિયા- દ્વારકા પંથકમાં કાળચક્ર ફરી વળ્યું: 6નાં થયા મૃત્યુ

Published

on

By

વાડિનાર, ખંભાળિયા, દ્વારકા, ભાટિયા, રાજપરા, ભાણવડમાં બન્યા અપમૃત્યુના બનાવો

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ ભાયા નામના 72 વર્ષના વૃદ્ધ તારીખ 28 મી ના રોજ બેંકમાંથી પેન્શનના પૈસા ઉપાડીને જઈ રહ્યા હતા, ત્યારે અહીંના રેલવે સ્ટેશન રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસેથી નીકળતા તેઓ કોઈ કારણોસર રસ્તા ઉપર પટકાઈ ગયા હતા. જેથી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સબીરભાઈ કાસમભાઈ ભાયાએ અહીંની પોલીસને કરી છે.


ખંભાળિયામાં શાંતિનિકેતન વાસ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ લખુભાઈ માંડવીયા નામના 45 વર્ષના યુવાનનું રવિવાર તા. 3 ના રોજ કોઈ કારણોસર મૃત્યુ

નિપજ્યું હોવાની જાણ તેમના મોટાભાઈ કિશોરભાઈ લખુભાઈ માંડવીયાએ અહીંની પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા રમીલાબેન ઉર્ફે રીન્કુબા કિશોરસિંહ જેઠવા નામના 30 વર્ષના મહિલાને ઉલટી ઉબકા ઉપડ્યા બાદ છાતીમાં ગભરામણ થતાં તેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રણજીતસિંહ બહાદુરસિંહ જેઠવાએ ભાણવડ પોલીસને કરી છે.


ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતા સતીશકુમાર રમેશચંદ્ર વ્યાસ નામના 50 વર્ષના એડવોકેટ આધેડ રવિવાર તારીખ 3 ના રોજ દ્વારકા વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે સુદર્શન બ્રિજ પર આવેલા એક પિલર પાસે એકાએક તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પીયુષકુમાર રમેશચંદ્ર વ્યાસએ ઓખા મરીન પોલીસને કરી છે.


કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા મૂળજીભાઈ માવાભાઈ ડાભી નામના 52 વર્ષના આધેડ ગત તારીખ 1 ના રોજ પોતાના નવા મકાનના ચાલી રહેલા કામની અગાસી પર હતા. ત્યારે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેઓ અગાસી પરથી નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર વિશાલભાઈ ડાભીએ કલ્યાણપુર પોલીસને કરી છે.


કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે રહેતા અરશીભાઈ ઓઘડભાઈ ગોરાણીયા નામના 45 વર્ષના યુવાન ઘરની અગાસી પરથી ગેલ્વેનાઈઝના પાઈપ નીચે ઉતારી રહ્યા હતા, ત્યારે પાઈપનો એક છેડો જીવંત વીજ લાઈનને અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગી હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પત્ની લીલુબેન ગોરાણીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Continue Reading

Uncategorized

જિનપિંગને ઝટકો, બેલ્ટ એન્ડ રોડ પ્રોજેકટમાં બ્રાઝીલ નહીં જોડાય

Published

on

By

ભારત અને ઇટાલી પહેલેથી જ ના પાડી ચુકયા છે\

રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડને મોટો ઝટકો લાગ્યો છે. બ્રાઝિલે જાહેરાત કરી છે કે તે બીઆરઆઇમાં જોડાશે નહીં. અગાઉ, ચીને આયોજન કર્યું હતું કે નવેમ્બરમાં શી જિનપિંગની બ્રાઝિલની મુલાકાત દરમિયાન, આ લેટિન અમેરિકન દેશમાં બીઆરઆઇનો વ્યાપકપણે વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


આ પહેલા અમેરિકાએ બ્રાઝિલને બીઆરઆઈના જોખમની સમીક્ષા કરવાની ચેતવણી આપી હતી, જેને ચીનની ડેટ ટ્રેપ કહેવામાં આવે છે. આનાથી ચીનગુસ્સે થયું હતું. બ્રાઝિલ ઉપરાંત ભારત પણ બીઆરઆઇથી દૂર રહ્યું છે. ઇટાલી પણ તેમાંથી બહાર નીકળી ગયું છે. ભારત અને બ્રાઝિલ બંને બ્રિક્સના સ્થાપક સભ્યો છે અને ગાઢ મિત્રો છે. રિપોર્ટ અનુસાર, બ્રાઝિલે નિર્ણય લીધો છે કે બીઆરઆઇમાં સામેલ થવાને બદલે તે ચીનના રોકાણકારોને વૈકલ્પિક રીતે સહયોગ કરશે. બ્રાઝિલ સરકારના ટોચના સલાહકારે સોમવારે આની જાહેરાત કરી હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિના આંતરરાષ્ટ્રીય બાબતોના વિશેષ સલાહકાર સેલ્સો અમોરિમે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે બ્રાઝિલ સાથેના સંબંધોને નવા સ્તરે લઈ જવા જોઈએ પરંતુ અમે બીઆરઆઇને આગળ લઈ જવા પર હસ્તાક્ષર કરીશું નહીં.


તેણે એમ પણ કહ્યું કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને અને બ્રાઝિલ બીઆરઆઇમાં જોડાય તો ટૂંકા ગાળામાં ફાયદો થશે પરંતુ લાંબા ગાળે અમેરિકા સાથેના સંબંધો વધુ બગડશે. અગાઉ, અમેરીમ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિના ચીફ ઓફ સ્ટાફ રુઇ કોસ્ટાએ બેઇજિંગની મુલાકાત લીધી હતી અને બીઆરઆઇ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ચીનની ઓફરથી બહુ ખુશ ન હતા.

Continue Reading

Uncategorized

‘કંઇ બચતું નથી’, રાહુલ ગાંધીનો વાળંદની દુકાનનો વીડિયો વાયરલ

Published

on

By

નાના માણસની વ્યથાને વાચા આપવા પ્રયાસ

લોકસભામાં વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક સ્થાનિક વાળંદની દુકાનની મુલાકાત લીધી અને તેમની દુર્દશા સાંભળી. કોંગ્રેસ નેતાએ વાળંદ સાથેની તેમની વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.


વીડિયોમાં રાહુલ ખુરશી પર બેઠેલો જોવા મળી રહ્યો છે, જ્યારે અજીત નામનો વાળંદ તેની દાઢી બનાવી રહ્યો છે. અજીતે રાહુલ ગાંધીને જણાવ્યું કે, આખો દિવસ કામ કરવા છતાં દિવસના અંતે કંઈ પૈસા બચતા નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું કે, કંઈ બચતું નથી! અજીતભાઈના આ ચાર શબ્દો અને તેમના આંસુ આજે ભારતના દરેક કામદાર અને ગરીબ લોકોની વાત કહી રહ્યા છે. વાળંદથી લઈને મોચી, કુંભારથી લઈને સુથાર… બધાની આવક અને વધતી જતી મોંઘવારીએ કામદારો પાસેથી તેમની દુકાન, તેમના ઘર અને તેમના સ્વાભિમાન સુધીની બધી જ અપેક્ષાઓ છીનવી લીધી છે.

Continue Reading
રાષ્ટ્રીય12 hours ago

ચ્યુગમ ખાવાની આદત હોય તો સાવધાન, સ્વાસ્થ્ય માટે છે ખતરનાક

રાષ્ટ્રીય12 hours ago

દિલ્હીમાં ફરી ગોળીબાર , મીરા બાગમાં એક દુકાન પર 8-9 રાઉન્ડ ફાયરિંગ

ક્રાઇમ13 hours ago

મોટાવડાના છાત્રને મરવા મજબૂર કરનાર ત્રણ શિક્ષક સસ્પેન્ડ

ક્રાઇમ13 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

ક્રાઇમ13 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

ગુજરાત13 hours ago

સિવિલ હોસ્પિટલમાં તાલાલાના યુવાનની લાશ 8 કલાક રઝળી

રાષ્ટ્રીય13 hours ago

મહારાષ્ટ્રમાં ભાજપનો ઢંઢેરો: મહિલા-પેન્શનરોને મહિને 2100ની લહાણી

ક્રાઇમ13 hours ago

5 કરોડ આપો નહીતર બાબા સિદ્દિકી જેવા હાલ થશે, હત્યા કેસના સાક્ષીને ધમકી

આંતરરાષ્ટ્રીય13 hours ago

મસ્ક ગેલમાં, સિંક લઇને નીકળ્યા, ફોટો શેર કર્યો

ગુજરાત13 hours ago

છરીની અણીએ લૂંટ ચલાવવાના ગુનામફાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

રાષ્ટ્રીય16 hours ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય16 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય13 hours ago

ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે

આંતરરાષ્ટ્રીય17 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

ક્રાઇમ13 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

ક્રાઇમ13 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય20 hours ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

રાષ્ટ્રીય13 hours ago

યુપીમાં ટેમ્પો પલટી મારતા 10 લોકોનાં મોત, પાંચ ગંભીર

ગુજરાત13 hours ago

નબીરાઓએ બાઇક પર સ્ટંટ કરી ફટાકડા ફોડયા

ગુજરાત13 hours ago

નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય

Trending