Uncategorized

ઇઝરાયલે ગાઝાની હોસ્પિટલમાંથી હમાસના 100 આતંકીઓને પકડયા

Published

on

તબીબ અને હોસ્પિટલના કર્મચારી તરીકે કાર્ય કરતા હતા

ઇઝરાયેલે ગાઝામાં તેની જમીની સૈન્ય કાર્યવાહી વધુ આકરી બનાવી છે. તેણે એક હોસ્પિટલમાં છુપાયેલા હમાસના 100થી વધુ આતંકીઓને ઝડપીને મહત્વની સફળતા હાંસલ કરી છે. આમેય ઇઝરાયેલ છેલ્લાં અનેક દિવસોથી દાવો કરી રહ્યો છે કે હમાસના આતંકીઓ રહેણાંક વિસ્તારો, રાહત શિબિરો અને હોસ્પિટલોમાં આશરો લઇને તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે.


ઇઝરાયેલ દળોએ બેઇત લાહિયામાં કમાલ એડવાન પર દરોડા પાડ્યા હતા. જેમાં 44 પુરુષ સ્ટાફને અટકમાં લેવાયા હતા તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે. આ હોસ્પિટલમાં 200 જેટલા દરદીઓની સારવાર ચાલી રહી છે. ઇઝરાયેલના હુમલામાં હોસ્પિટલ લગભગ ધ્વસ્ત થઇ ગઇ છે.ઉલ્લેખીય છે કે ઇઝરાયેલે યુદ્ધના ગાળામાં અનેક હોસ્પિટલો પર હુમલા કર્યા છે. આ હોસ્પિટલોમાં આતંકીઓ નથી હોતા તેવા દવા પેલેસ્ટાઇનના મેડિકલ સ્ટાફ કરે છે. યુએનના આંકડા મુજબ ચાર લાખથી વધુ લોકો હજી પણ ઉત્તર ગાઝામાં છે અને ભીષણ ભૂખમરો વેઠી રહ્યા છે. ઇઝરાયેલે આ વિસ્તારમાં કાળો કહેર લાવીને 43,000થી વધુ પેલેસ્ટાઇન્સને મારી નાખ્યા છે. ઇઝરાયેલના એક લશ્કરી અધિકારીએ જણાવ્યું છે કે કમાલ અદવાન હોસ્પિટલની ફરતે ભારે લડાઇ ચાલી રહી છે.
હોસ્પિટલમાંથી શસ્ત્રો પણ મળ્યા છે. અમુક આતંકીઓ તેમની જાતને તબીબ અને હોસ્પિટલના કર્મચારી તરીકે દર્શાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version