અવધના ઢાળ પાસે બાંધકા સાઈટ પર બીજા માળેથી પટકાતા માસુમ બાળકનું મોત

પરપ્રાંતિય પરિવારનો પુત્ર રમતા રમતા નીચે પટકાયો શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવી બનતી બાંધકામ સાઈટ પર રમતા રમતા બીજા માળેથી પટકાતા…

પરપ્રાંતિય પરિવારનો પુત્ર રમતા રમતા નીચે પટકાયો

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવી બનતી બાંધકામ સાઈટ પર રમતા રમતા બીજા માળેથી પટકાતા શ્રમિક પરિવારના બે વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, પરસાણા ચોક પાસે ઈશ્ર્વરીયા ગાર્ડન નજીક રહેતા શંકરભાઈ બામણીયા નામનો શ્રમિક યુવાન આજે બપોરે અવધના ઢાળ પાસે નવી બનતી અબીલ ગુલાલ નામની બાંધકામ સાઈટ પર કડિયા કામ કરતો હતો અને તેનો બે વર્ષનો પુત્ર સોહિલ રમતો હતો ત્યારે સોહિલ રમતા રમતા બીજા માળેથી નીચે પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત નિપજ્યું હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક સોહિલ બે ભાઈ એક બહેનમાં નાનો હતો. તેના પિતા શંકરભાઈ મુળ મધ્યપ્રદેશનાં વતની છે અને હાલ રાજકોટમાં રહી કડિયા કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. માસુમ પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *