ક્રિકેટ પ્રેમીઓ આનંદો, રાજકોટમાં 9-10 મેના ટાટા આઇપીએલ ફેન પાર્ક સાથે માણો મેચની મોજ

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એ TATA IPL 2026 2026ના ફેન પાર્કના ફેઝ-2ની જાહેરાત કરી છે. આ તબક્કામાં દેશના 18 રાજ્યો અને…

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એ TATA IPL 2026 2026ના ફેન પાર્કના ફેઝ-2ની જાહેરાત કરી છે. આ તબક્કામાં દેશના 18 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 30 શહેરોમાં ફેન પાર્કનું આયોજન કરવામાં આવશે. આ પહેલથી IPLનો જીવંત આનંદ સ્ટેડિયમની બહાર પણ ચાહકો સુધી પહોંચાડવાના પ્રયાસને વધુ વિસ્તાર મળશે.

રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર છે રાજકોટમાં 9 અને 10 મે 2026ના રોજ ઝઅઝઅ ઈંઙક ફેન પાર્ક યોજાશે. આ ફેન પાર્કમાં ચાહકો મોટા સ્ક્રીન પર જીવંત મેચો જોઈ શકશે, વાઇબ્રન્ટ વાતાવરણ, કમ્યુનિટી એન્ગેજમેન્ટ અને અનેક આકર્ષણોનો આનંદ માણી શકશે. ફેન પાર્કનું આયોજન 18 એપ્રિલથી 24 મે 2026 સુધીના છ વીકેન્ડમાં થશે. આમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં વિવિધ શહેરોને આવરી લેવામાં આવ્યા છે, જેથી દેશભરના ચાહકોને વ્યાપક ભાગીદારી મળી શકે. પહેલી વખત ફેન પાર્કનું આયોજન થનાર શહેરોમાં પુથુપ્પલ્લી (કેરળ), મંગલગિરિ (આંધ્ર પ્રદેશ), ચંબા અને મંડી (હિમાચલ પ્રદેશ), ગોલાઘાટ અને સિલ્ચર (આસામ) તેમજ ઈમ્ફાલ (મણિપુર)નો સમાવેશ થાય છે. આનાથી ઈંઙકની લોકપ્રિયતા નવા વિસ્તારો સુધી પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *