ગુજરાત
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શિક્ષક દિવસે જણાવ્યા સફળતાના સોનેરી સૂત્રો
જુસ્સો અને અલગ માર્ગે ચાલવાની હિંમત સફળતાની રેસીપી
શિક્ષક દિવસ નિમિત્તે 5 સપ્ટેમ્બરના રોજ, અદાણી જુથના ચેરમેન ગૌતમ અદાણીએ મુંબઈની જય હિંદ કોલેજના એક ખાસ કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે તેમના જીવનના સ્મરણીય અનુભવો અને સંઘર્ષો શેર કર્યા હતાં. સફળતાના માર્ગમાં આવતા માનસિક અવરોધોને દૂર કરવા તેમણે મહત્વની ટિપસ પણ આપી હતી.જેટલી મોટી બાઉન્ડ્રી તોડશો એટલી જ હરિફાઈ ઓછી, ગૌતમ અદાણીએ કહ્યું કે ‘જો તમે ઉંચા સ્વપ્ન જોવાનું રાખશો તો, તેને સાકાર કરી શકશો. તમે જેટલી મોટી મર્યાદા તોડશો એટલી હરિફાઈ ઓછી થશે.”
પોતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, કે ‘મેં 16 વર્ષની ઉંમરે પહેલીવાર સીમાઓ તોડી હતી. હું અમદાવાદમાં અભ્યાસ છોડીને મુંબઈ આવ્યો હતો. મુંબઈ માત્ર એક શહેર જ નથી. તે મારા વ્યસાયનું તાલીમ કેન્દ્ર પણ છે. મુંબઈએ મને ઉચ્ચ વિચારો અને ઉંચા સપનાઓ પુરા કરવાનું શીખવ્યું.’જુસ્સો અને અલગ માર્ગે ચાલવાની હિંમત એ સફળતાની રેસીપી ગૌતમભાઈએ કહ્યુ હતું કે “દરેક વ્યક્તિનો એક રોલ મોડલ હોય છે. જે તમને તમારા સંઘર્ષ દરમિયાન પ્રેરિત કરે છે. જેનાથી રસ્તામાં ર્ીંવતી બાધાઓ પાર કરીને, આકરે તમે તમારી મંઝીલ પર પહોંચો છો. ‘તેમણે ઉમેર્યુ હતું કે, “સફળતાની રેસીપી દરેક માટે અલગ અલગ હોય છે.
મારા માટે સફળતાની રેસીપી એક જ છે -જુસ્સો અને અલગ માર્ગ પર ચાલવાની તાકાત એ મારી સફળતા માટેની રેસીપી છે.”અદાણી ગ્રુપના ચેરમેને જણાવ્યું હતું કે, ‘હિંડનબર્ગનો હુમલો એક ગવતરીપૂર્વકની ચાલ હતી. તે અમારી ફોલો ઓન પબ્લિક ઓફર (એફપીઓ) બંધ થયાના થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. વાસ્તવમાં, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અમને મહત્તમ નુકસાન પહોંચાડવા કાવતરું કરવામાં આવ્યું હતું.
ગૌતમભાઈએ કહ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટે પણ અમારા પગલાની પુષ્ટિ કરી છે. હિંડનબર્ગ કેસમાં અદાણી જુથે ઘણા પાઠ શીખ્યા. આમાંનો સૌથી મોટો પાઠ એ હતો કે વાસ્તવિક સરહદો તોડવાનો અર્ત ફકત બાહ્ય પડકારોને દૂર કરવાનો નથી. તેનો અર્થ છે માનસિક અવરોધાને તોડવા, તે જ સમયે વાસ્તવિક કસોટી શરૂ થાય છે.જે કોલેજ રિજેકટ કર્યા, તેણે જ પ્રવચન માટે આવકાર્યા 1970 ના દાયકામાં શિક્ષણ માટે મુંબઈની એક કોલેજમાં અરજી કરી હતી, પરંતુ તેમની અરજી ફગાવી દીધી હતી. તેમણે વધુ અભ્યાસ ન કર્યો હતો પરંતુ વ્યવસાય તરફ વળ્યા અને લગભગ સાડા ચાર દાયકામાં 220 અબજ ડોલરનું સામ્રાજ્ય બનાવ્યું. એજ જયહિંદ કોલેજમાં શિક્ષક દિને વિદ્યાર્થીઓને પ્રવચન આપવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતાં.
ગુજરાત
અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ડબ્બામાં પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગે આગ કર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં અફરાતફરી સર્જાય હતી. અંકલેશ્વરથી ભરુચ તરફ આવી રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આગના પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ગુજરાત
દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય, ભારતના રક્ષિત સ્મારકોમાં તે સમાવિષ્ટ છે. અહીં આવેલા મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોવાથી યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે મોટી સંખ્યામાં શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતા હોય છે.
કમનસીબે અહીં દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલા શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.
ક્રાઇમ
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
- ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –
ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
-
ધાર્મિક20 hours ago
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
-
ગુજરાત19 hours ago
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
-
ક્રાઇમ13 hours ago
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
-
ગુજરાત13 hours ago
ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
-
ક્રાઇમ14 hours ago
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
-
ગુજરાત14 hours ago
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
-
ગુજરાત13 hours ago
આધેડનો કમળપૂજાનો પ્રયાસ
-
ગુજરાત13 hours ago
1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી