Connect with us

ગુજરાત

શ્રીનાથજી સોસાયટીમાં જનેતાના વિરહમાં પુત્રીએ ઝેરી દવા પી કર્યો આપઘાત

Published

on

ઝેર પીધાની તબીબને વાત નહીં કરી પ્રાથમિક સારવાર બાદ ઘરે જતા તબિયત લથડતા દવા પીધાની પરિવારને જાણ કરી પણ જીવ ન બચ્યો


રૈયાધાર વિસ્તારમાં આવેલા છોટુનગરમાં રહેતા આધેડે નોકરી બદલ્યા બાદ કામ નહીં ફાવતા લીમડા ચોક પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલા છોટુનગરમાં રહેતા મનીષભાઈ પ્રાણલાલભાઈ દવે નામના 54 વર્ષના આધેડ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં લીમડા ચોક પાસે હતા. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં મનીષભાઈ દવે માર્કેટિંગનું કામ કરે છે અને અગાઉ આઠ વર્ષ એક જ જગ્યાએ નોકરી કરી હતી. બાદ તેઓ નોકરી છોડી બીજી જગ્યાએ નોકરી ઉપર લાગ્યા હતા. જ્યાં તેમને કામ નહીં ફાવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર મફતિયાપરામાં રહેતા કૌશલ નીતિનભાઈ મકવાણા નામનો 20 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે અજય, દિનેશ અને સુનિલ નામના શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

સુરતની ઘટના બાદ રાજ્યભરમાં SRPની કુમકો ઉતારાઇ

Published

on

By

ગણેશ મહોત્સવ અને ઇદના તહેવારોના પગલે વિશેષ તકેદારીના પગલાં

રાજ્ય પોલીસવડાએ તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇ.જી. અને એસ.પી. સાથે યોજેલી તાકીદની વીડિયો કોન્ફરન્સ

સુરત અને વડોદરામાં ગઇકાલે ગણેશ મહોત્સવના પંડાલો ઉપર બનેલી કાંકરીચાળાની ઘટના બાદ રાજય સરકાર સતર્ક બની છે. રાજયના પોલીસવડા વિકાસ સહાયએ ગઇકાલે રાજયભરના પોલીસ અધિકારીઓની વીડીયો કોન્ફરન્સ યોજી હતી અને હાલ ચાલી રહેલા ગણેશ મહોત્વ તથા ઇદના તહેવારોને ધ્યાને લઇ રાજયમાં વાતાવરણ બગડે નહીં તે માટે રાજયભરમાં સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીની 30 જેટલી કંપની તૈનાત કરવા સુચના આપી તહેવારોમાં વિશેષ તકેદારી રાખવા સુચના આપી છે.


ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વિકાસ સહાયે સુરત અને ખેડાના કાથલાલમાં ગણપતિની ઉજવણી દરમિયાન બનેલી ઘટનાઓ પછીની સ્થિતિની સમીક્ષા કરવા માટે તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજીપી અને ડીએસપી સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદની ઉજવણી કોઈપણ અઘટિત ઘટના વિના શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યભરમાં સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) ની 30 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાં વધારાના એસઆરપી યુનિટ સુરત મોકલવામાં આવ્યા છે.


સુરતમાં ગણેશ પંડાલ પર 6 સગીરો પર પથ્થરમારો કરવાનો આરોપ છે. આ ઘટનાઓએ ચિંતા વધારી છે કારણ કે ગણેશોત્સવ દરમિયાન આવી અથડામણો ભાગ્યે જ જોવા મળે છે. ડીજીપી સહાયે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ બંને માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સમગ્ર ગુજરાતમાં લગભગ 93,000 ગણેશ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં 73,000 મૂર્તિઓનું 17 સપ્ટેમ્બરે વિસર્જન કરવામાં આવશે. કાર્યવાહી સુચારુ રીતે થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે, એમ પોલીસના એક સૂત્રએ જણાવ્યું હતું.


અમદાવાદ પોલીસે શાંતિપૂર્ણ ગણેશ વિસર્જન માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. યોજના મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ તહેવાર પૂરો થાય ત્યાં સુધી તેમના વિસ્તારોમાં રહેશે. મધ્યરાત્રિએ કંટ્રોલ રૂૂમ દ્વારા તેમના સ્થાનોને ટ્રેક કરવામાં આવશે કારણ કે પંડાલોમાં મોડી રાત્રે ધાર્મિક વિધિઓ ચાલુ રહે છે.
અધિકારીઓ સાંજે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી પેટ્રોલિંગ કરશે, પશી ટીમ્સથ નિયમિતપણે પંડાલોની મુલાકાત લેશે. હોમગાર્ડ પણ તૈનાત રહેશે. સીસીટીવી કેમેરા વોચ રાખશે, જ્યારે કેમેરા વગરના વિસ્તારો પર ડ્રોનનો ઉપયોગ કરીને નજર રાખવામાં આવશે. ડીસીપી અને એસીપી શાંતિ સભાઓ અંગે રિપોર્ટ કરશે અને સાયબર ક્રાઈમ ટીમ ઓનલાઈન નકલી વિડીયોના ફેલાવાને રોકવા માટે એલર્ટ પર છે.

પંડાલમાં બે આયોજકોને રાત્રી રોકાણ ફરજિયાત

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂૂપે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ગઈકાલે 324 જેટલા ગણપતિ પંડાલના આયોજકો સાથે મિટિંગ રાખી જરૂૂરી સૂચનાઓ આપી હતી.આ મિટીંગમાં ગણપતિ પંડાલના આયોજકોને સીસીટીવી કેમેરા રાખવા, પંડાલમાં 24 કલાક સ્વયંસેવકો રહે તેનું ધ્યાન રાખવા, ભીડભાડ ન થાય તે માટે એન્ટ્રી અને એકઝીટ ગેટ અલગ રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ હવે અન્ય સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક શહેર અને જિલ્લા પોલીસ વડા ને સૂચનાઓ આપી કહેવામાં આવ્યું છે કે,ગણપતિ પંડાલોની આસપાસ સતત પોલીસ પેટ્રોલીંગ કરી રહેશે તેની ખાતરી આપવામાં આવી હતી.પોલીસને ગણપતિ પંડાલોમાં નિયમીત રીતે જઈ નિરીક્ષણ કરવા અને આયોજકોને કોઈ પ્રશ્નો હોય તો તેનો ત્વરીત નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી છે.જેના પગલે હવેથી ગણપતિ પંડાલો આસપાસ દરેક પોલીસ મથકોની પીસીઆર અને બાઈક પર પોલીસ પેટ્રોલીંગ કરવા અને સીસીટીવી મારફતે ખાસ નજર રાખવા કહેવાયું છે. તેમજ દરેક ગણપતિ પંડાલો પર બે આયોજકો એ ફરજિયાત રાત્રી રોકાણ કરવા જણાવાયુ છે.

Continue Reading

ક્રાઇમ

જેતપુર હાઇવે ઉપર 222 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો

Published

on

By

શહેરના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે જેતપુરથી ધોરાજી તરફ જતા રસ્તે મયુર ફાર્મહાઉસ પાસેથી પસાર થતા ટ્રકને અટકાવી રાજકોટ ગ્રામ્ય એલસીબીના સ્ટાફે તપાસ કરતા ટ્રકમાંથી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે 10.67 લાખનો મુદ્દમાલ જપ્ત ર્ક્યો છે. તેમજ બે શખ્સોની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ, જેતપુર-ધોરાજી તરફ જતા રસ્તે આવેલા મયુર ફાર્મહાઉસ પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીના દિનેશભાઇ સુવા, રવિભાઇ બારડ અને હરેશભાઇ પરમાર સહિતના સ્ટાફે એક ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી 222 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ 164 બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ-બીયર સાથે જેતપુરના નવાગઢના સિંકદર ગની તરકવાડીયા અને ફિરોઝ ઉર્ફે ટમલો વલીભાઇ ઉઢેચાને ઝડપી લીધા હતા. તેમજ બન્નેની પૂછપરછમાં નવાગઢના ભાવેશ ઉર્ફે ભલા પટેલ અને ફિરોઝ યુસુફ ઘાંચીની શોધખોળ કરી રૂા.10.67 લાખનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો હતો.

Continue Reading

ગુજરાત

બગસરાના લુધિયા ગામમાં PHC સબ સેન્ટરનું નબળું કામ થતું હોવાની ફરિયાદ

Published

on

By

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલ આ ગામમાં હાલમાં ચાલી રહેલ પી એચ સિ સબ સેન્ટરનું કામ ચાલી રહેલ છે. આ કામ 26 લાખ રૂપિયા જેવી માતબર રકમનું કામ છે. જે કામ રાજકોટની ક્ધટ્રક્શન અજન્સી જે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ ચાલી રહેલ છે. જ્યારે આ કામમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે છે. જેમાં સિમેન્ટ પણ જામી ગયેલી વાપરવામાં આવે છે. અને જે સ્લેબમાં નાખવામાં આવતા લોખંડ પણ હાથથી ખેંચીને નીકળી જાય અને સાંધામાં પણ નબળી ગુણવત્તાનો માલ વાપરી સાંધા બુરવામાં આવે છે. જ્યારે સીડીની નીચે એટલો મોટો ગેબ છે કે આ ગેબ ભરવા સિમેન્ટની કોથળીઓના ડૂચા ભરાવી તેમાં માલ નાખી આ ગેબ ભરવામાં આવે છે. આટલી હદે નબળી કામગીરીથી અહીંના એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા અનેક વખત રજુવાતો કરી પરંતુ ખાતાકીય રીતે તેમને કોય જવાબ મળતો નથી.


આ બાબતે કાર્યપાલક ઈજનેર જૂનાગઢ ને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે અમો જે કામ કરીએ છીએ તે કામ સારી રીતે જ કરીએ છીએ. જ્યારે આ કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહેલ છે. અને આ કામ ખુબ સારું મટીરીયલ વાપરીને ગુણવત્તાવાળું કામ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં અહીંનું કામ ક્યાંક તેમના કહેવા કર્તા ક્યાંક વિરૂૂધ્ધ છે. જ્યારે આ બાબતે આસિસ્ટન્ટ એન્જિનિયર અમરેલીને વાત કરતા તેમણે જણાવ્યું કે અમો રેગ્યુલર વિઝીટ કરીએ છીએ જ્યારે નબળું કામ ચાલતું હોય તે કામને અમે લોકોએ એકથી બે વખત ખરાબ કામ હોવાથી તોડી પણ પાડવામાં આવ્યું હતું.અને કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં પણ સૂચના આપવામાં આવી હતી કે હવે પછી નબળું કામ ન થવું જોઈએ પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી હાલમાં જે અહીંયા કામ કરવામાં આવે છે તેના કામમાં કોઈ ભલીવાર જ નથી તેવું લાગી રહ્યું છે.


જ્યારે આ ગામમાં પ્રથમ વખત સબ સેન્ટર ઊભું થતું હોય અને લોકોને વધુ સવલતો મળવા જઈ રહી હોય છે. ત્યારે આ ગામના લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યારે આ કામની અહીંના એક જાગૃત નાગરિક દ્વારા મુલાકાત લેતા જોવા મળ્યું કે આ તો લોકોના રૂૂપિયા ધુતવાનું કામ ચાલે છે. ત્યારે અહીંના લોકો ફરી એકવાર નિરાશ થઈ ગયા હતા. જે કામ અહીંના લોકોના હિત માટે કરવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ ગામનું હીતને બદલે અહિત ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.જ્યારે આ જાગૃત નાગરિક દ્વારા પણ અવારનવાર પુરાવા સાથે કાર્યપાલક ઇજનેર તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયરને પણ વિડીયો મોકલીને ફોનમાં વાત કરેલી હતી કે આ કામ નબળું ચાલે છે જ્યારે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો લોકોની માંગ છે કે આ ગામને જે સવલત મળવા જઈ રહી છે. તે સવલત એટલે કે સબ સેન્ટરનું કામ સરખી રીતે કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Continue Reading
ગુજરાત2 mins ago

સુરતની ઘટના બાદ રાજ્યભરમાં SRPની કુમકો ઉતારાઇ

રાષ્ટ્રીય6 mins ago

નાગપુરમાં 100 એકરમાં બનશે મિનિ બોલીવુડ

Sports8 mins ago

યુએસ ઓપન 2024નો ખિતાબ જીતતા ઈટાલિયન જૈનિક સિનર

રાષ્ટ્રીય11 mins ago

SFA ચેમ્પિયનશિપનો 4 ઓક્ટોબરથી પ્રારંભ, 1.50 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે

Sports14 mins ago

ડાયમંડ લીગની ફાઇનલમાં જોવા મળશે નીરજ ચોપરાનો જલવો, ક્વોલિફાય થયા

Sports16 mins ago

શ્રીલંકાએ 10 વર્ષ બાદ અંગ્રેજોને માત આપી, પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને

આંતરરાષ્ટ્રીય18 mins ago

અમેરિકાના 9/11ના ભયાનક હુમલાની ખોફનાક તસવીરો

Sports20 mins ago

પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ફાઇટરો સલામના હકદાર

ક્રાઇમ34 mins ago

જેતપુર હાઇવે ઉપર 222 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો

ગુજરાત35 mins ago

બગસરાના લુધિયા ગામમાં PHC સબ સેન્ટરનું નબળું કામ થતું હોવાની ફરિયાદ

ગુજરાત19 hours ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

ગુજરાત23 hours ago

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ

કચ્છ20 hours ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

Sports20 hours ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

ગુજરાત24 hours ago

દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ

ગુજરાત19 hours ago

કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 65 કેસો રજૂ કરાયા

ગુજરાત1 day ago

તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!

ગુજરાત1 day ago

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ

ગુજરાત19 hours ago

રોગચાળાનો ભરડો: ડેન્ગ્યુના 21, ઝાડા-ઊલટીના 349 કેસ

આંતરરાષ્ટ્રીય20 hours ago

રશિયા-ચીન ચંદ્ર ઉપર ન્યુક્લિયર પાવર પ્લાનટ બનાવશે, ભારત પણ જોડાવા તૈયાર

Trending