Connect with us

ગુજરાત

જૂનાગઢની મધુરમ સોસાયટીમાં દીપડો શિકાર લઇને જતો CCTVમાં કેદ થયો

Published

on


જુનાગઢ પંથકના ગ્રામ્ય પંથકમાં વારંવાર દીપડાએ દેખા દિધાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે પરંતુ દીપડાઓ હવે જુનાગઢના રહેણાંક વિસ્તારમાં પણ આટા ફેરા મારતા જોવા મળી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે મધુરમ વિસ્તારની એમપી સોસાયટીમાં દીપડાએ મોઢામાં શિકાર લઈ આટાફેરા મારતો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જુનાગઢ નજીક ગિરનાર જંગલમાંથી વારંવાર પ્રાણી સિંહ અને દીપડાઓ અવારનવાર શેરીગલી અને સોસાયટીઓમાં લટાર મારતા જોવા મળે છે ત્યારે અડધી રાતે મધુરમ વિસ્તારની સોસાયટીમાં દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ મામલે વન વિભાગના આરએફઓ અરવિંદ ભાલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ઘણી વખત જંગલ વિસ્તારમાંથી સિંહ અને દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે ત્યારે ગઈકાલે છે દિપડો સોસાયટીમાં ઘૂસ્યો હતો. જે મામલે જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. દિપડો જે સોસાયટીમાં ઘૂસ્યો હતો ત્યાંની તપાસ હાથ ધરવામાં આવી છે હાલ આ દીપડાએ આ વિસ્તારમાં કોઈ રંજાડ કરી નથી અને ફરી દીપડો જંગલ તરફ નીકળી ગયો છે.

ક્રાઇમ

શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ફાઈનાન્સ કંપનીના મેનેજર સાથે 11 લાખની ઠગાઈ

Published

on

By


શહેરના અંબીકા ટાઉનશીપમાં રહેતા અને હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં યુવાનને શેર બજારમાં ઉચા વળતરની લાલચ આપી ટીપ બહાને એપ્લીકેશન ડાઉન લોડ કરાવી ટોળકીએ રૂા.11.47 લાખની છેતરપીંડી કરતાં આ અંગે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવાનને શેર બજારમાં ઉચા વળતરની લાલચ આપીને તેને વોટસએપ ગ્રુપમાં એડ કર્યા બાદ અલગ અલગ 11 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં.


મળતી વિગતો મુજબ, અંબીકા ટાઉનશીપ પાસે સિધ્ધી ચોકમાં રહેતા અને કેપ્રી ગ્લોબલ હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે નોકરી કરતાં દિપકભાઈ જેન્તીભાઈ પરસાણીયાની ફરિયાદને આધારે સાયબર ક્રાઈમ પોલીસે 11 એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધ્યો છે. દિપકભાઈ પરસાણીયા સાથે રૂા.11.47 લાખની છેતરપીંડી કરનાર આ ત્રણ મોબાઈલ ધારકોએ શેર બજારમાં ઉચા વળતરના નામે દિપકભાઈને ફસાવ્યા હતાં. સ્ટોક માર્કેટનું વોટસએપ ગ્રુપ બનાવી તેમાં દિપકભાઈને એડ કર્યા હતાં અને આ ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી ઉચુ વળતર મળશે તેવી ટીપ આપી હતી અને એક લીંક મોકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી.


કેપ્રી ગ્લોબલ હાઉસીંગના એરિયા મેનેજર દિપકભાઈએ આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ અલગ અલગ બેંકના એકાઉન્ટમાં રૂપિયા 11.47 લાખનું રોકાણ કરાવ્યું હતું અને આ રોકાણના વળતર માટે જ્યારે દિપકભાઈએ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ટોળકીએ રૂપિયા ઉપાડવા દીધા ન હતાં. આથી દિપકભાઈએ આ મામલે અલગ અલગ 11 બેંક એકાઉન્ટમાં જે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં તે 11 એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવતાં ફાયબર ક્રાઈમ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Continue Reading

ગુજરાત

નવરાત્રી પૂર્વે પોલીસનું ચેકિંગ, 1 કલાકમાં 58 નિયમભંગ કરતા પકડાયા

Published

on

By

દારૂ પીધેલા અને ઓવરસ્પીડથી વાહન ચલાવનારા સામે પોલીસની કાર્યવાહી


નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા આ વખતે કડક ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન છાકટા બનીને નીકળ અસ્માજીક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસની અલગ અલગ ટીમો સાંજથી જ શહેરના રાજમાર્ગો ઉપર ચેકીંગ માટે તૈનાત થઈ રહી છે. ગઈકાલે શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર ટ્રાફીક શાખાના ડીસીપી પૂજા યાદવ અને એસીપી જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પોલીસે હાથ ધરેલા ચેકીંગ દરમિયાન ટ્રાફીક નિયમનો ભંગ કરતાં 58 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એક કલાકમાં 58 લોકો ટ્રાફીક નિયમનો ભંગ કરતાં ઝડપાયા હતાં અને તેમની પાસેથી 29500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર ટ્રાફીક પોલીસે ખાસ ડ્રાઈવ રાખી હતી જેમાં ઓવરસ્પીડ તેમજ દારૂ પીને વાહન ચલાવતાં વાહન ચાલકો અને કાળા કાચ વાળી ફિલ્મ લગાડેલી કાર સામે હાથ ધરેલી ઝુંબેશમાં 58 સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ઓવરસ્પીડમાં વાહન ચલાવતાં વાહનોને પકડવા માટે પોલીસે ખાસ ઈન્ટરસેપ્ટરથી ચેકીંગ કર્યુ હતું. તેમજ દારૂ પીને વાહન ચલાવતાં વાહન ચાલકોને પકડવા બ્રેથ એનેલાઈઝર સહિતના સાધનોનો ઉપયોગ કરાયો હતો. નવરાત્રિ દરમિયાન ગરબામાં દારૂ પીને જતાં તત્વોને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો શહેરના રાજમાર્ગો ઉપર ચેકીંગમાં ઉતરી પડી છે અને રાત્રી સમયે કાળા કાચ વાળા વાહનો તેમજ રસ્તા વચ્ચે પાર્કીંગ કરનારા વાહન ચાલકો, ફેન્સી નંબર પ્લેટ અને નંબર પ્લટે વગર વાહન ચલાવતાં વાહન ચાલકો સામે ટ્રાફીક પોલીસે કાર્યવાહી કરી હતી.

જેમાં પોલીસે રોકડ દંડ, ઈ-ચલણ સહિતના 58 કેસ કરી 29500નો દંડ વસુલ કર્યો હતો. જેમાં બ્લેક ફીલ્મ તથા ત્રિપલ સવારી અને લાયસન્સ વગર વાહન ચલાવતાં વાહન ચાલકો ઝપટે ચડી ગયા હતાં. શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર બહુમાળી ભવન ચોકમાં ટ્રાફીક પોલીસની આ ડ્રાઈવમાં એક કલાકમાં 58 વાહન ચાલકો ઝડપાઈ ગયા હતાં. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ટ્રાફીક શાખાના ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એસીપી જે.બી.ગઢવી સાથે પીઆઈ એસ.એન.રાઠોડ, એસ.એસ.સૈયદ, ડી.ટી.સુમેરા, ડી.આર.પરમાર, વી.એન.બોદર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Continue Reading

ગુજરાત

પ્ર.નગર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ સીપીઆર તાલીમ લીધી

Published

on

By


કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો થયો છે અને એમાં પણ યુવાઓના હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આવી ઘટનાન બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ જવાનોને સીપીઆર ટ્રેનીંગ લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.ત્યારે રાજકોટ શહેરના જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ તકે પ્ર. નગર પોલીસના પીઆઇ બી.એમ.ઝણકાટ,પીઆઇ પિયુષ ડોબરીયા,પીએસઆઈ જે.એમ.જાડેજા,પીએસઆઈ આઈ.એ.બેલીમ,પીએસઆઈ પી.કે.પઢીયાર,આઈએસઆઈ ડી.વી.ખાંભલા,મન્સુરશા તેમજ હોમગાર્ડ જવાન સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.તેમજ આરોગ્ય શાખાની ટીમે જણાવ્યું હતું કે સીપીઆરથી તમે હાર્ટફેઈલ થઈ જતા દર્દી ડોકટર સુધી પહોંચે તે પહેલાં તેમને સીપીઆર આપી નવું જીવન આપી શકીએ છીએ.

Continue Reading
ક્રાઇમ3 mins ago

શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ફાઈનાન્સ કંપનીના મેનેજર સાથે 11 લાખની ઠગાઈ

ગુજરાત5 mins ago

નવરાત્રી પૂર્વે પોલીસનું ચેકિંગ, 1 કલાકમાં 58 નિયમભંગ કરતા પકડાયા

ગુજરાત11 mins ago

પ્ર.નગર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ સીપીઆર તાલીમ લીધી

ગુજરાત15 mins ago

રાસગરબામાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપતી ‘અભયમ’

ગુજરાત22 mins ago

યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા 15 કિ.મી. સાઈકલ રેલી યોજાઈ

ક્રાઇમ24 mins ago

કરિયાણાની દુકાનની બાજુમાં નોનવેજની કેબિન બનાવવા મામલે બઘડાટી: બે ઘવાયા

ક્રાઇમ27 mins ago

ભગવતીપરાની મહાકાળી સોસાયટીમાં પીસીબીનો દરોડો, ત્રણ જુગારી ઝડપાયા

રાષ્ટ્રીય32 mins ago

પાંચ હજાર કરોડના ડ્રગ્સમાં કોંગ્રેસના નેતાનું નામ ખુલ્યું

રાષ્ટ્રીય43 mins ago

સેબી ચીફ માધબી બુચ શનિવારે રાજીનામું આપશે

રાષ્ટ્રીય49 mins ago

મહારાષ્ટ્રમાં ભાજપ યુતિની બેઠક વહેંચણી ફોર્મ્યુલા નક્કી

ગુજરાત2 days ago

મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું

ગુજરાત1 day ago

એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા

આંતરરાષ્ટ્રીય23 hours ago

લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે

ધાર્મિક1 day ago

આવતી કાલથી નવરાત્રી શરૂ, જાણો કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત

ક્રાઇમ2 days ago

ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું

ગુજરાત23 hours ago

કોંગી અગ્રણીઓ સામેનો બદનક્ષીનો કેસ વિથ ડ્રો કરવા કોર્ટમાં પુરશીષ રજૂ કરતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી

ક્રાઇમ2 days ago

લખતરના ઢાંકી ગામે ફાયરિંગની ઘટનામાં 12 વર્ષના બાળકનું મોત

ગુજરાત2 days ago

રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી

ગુજરાત23 hours ago

પુનિત સોસાયટીમાં વેપારીના પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત

ધાર્મિક23 hours ago

આસો નવરાત્રીનો કાલથી પ્રારંભ

Trending