Connect with us

અમરેલી

ધારીમાં પાંચ વર્ષની બાળા સાથે અડપલાં કરનાર આધેડ ઝડપાયો

Published

on

લોકોએ પકડી લમધારી પોલીસને હવાલે કર્યો


ધારીમાં એક પાંચ વર્ષની બાળાને મોબાઇલ બતાવવાના બહાને એકાંતમા લઇ જઇ અહીના જ શખ્સે અડપલા કર્યાના કેસમાં પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. ધારી પોલીસે આ પ્રકરણમા ધારીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા હિમત હસમુખ બોસમીયા (ઉ.વ.45) નામના શખ્સની પોકસો એકટ અને ભારતીય ન્યાય સંહિતાની જુદીજુદી કલમો હેઠળ તેની ધરપકડ કરી છે. ગત 13મી તારીખની બપોરે હિમત બોસમીયા પાંચ વર્ષની એક બાળાને રમાડવાના બહાને તથા મોબાઇલ બતાવવાના બહાને અહીની લક્ષ્મી લોજની અંદરના ભાગે લઇ ગયો હતો. બાળકીના મા-બાપ કામમા વ્યસ્ત હતા તેનો લાભ લઇ આ શખ્સે બાળકીના શરીરે અડપલા કરી નિર્લજજ વર્તન કર્યુ હતુ. જેને પગલે લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસને જાણ કરી હતી.

પીઆઇ એ.એમ.દેસાઇ સ્ટાફના જીતેન્દ્રભાઇ ભેડા, કુમારસિંહ રાઠોડ, સંજયભાઇ સરધારા વિગેરેએ આ શખ્સની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, અમરેલી જિલ્લામાં નરાધમોએ હદ વટાવી છે. 43 વર્ષના આધેડે બાળાના માતા-પિતા કામમાં વ્યસ્ત હોવાનો ગેરલાભ ઉઠાવી લઇ જઇ અડપલા કરતા ભારે ચકચાર જાગી હતી.

અમરેલી

જાફરાબાદના ટીંબી ગામે રૂા. 1.30 લાખનો શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે પકડાયા

Published

on

By


જાફરાબાદ તાલુકાના ટીંબીમાથી પોલીસે વાહનમાથી ઘઉંની 40 બોરીનો શંકાસ્પદ જથ્થો કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી 1.30 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.વી.પલાસ અને ટીમે ગત રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ટીંબીમાથી એક ટેમ્પો નંબર જીજે 08 વાય 5668ને અટકાવી તલાશી લીધી હતી.


ટેમ્પોમા ઘઉંની 40 બોરી કુલ બે હજાર કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા વગરનો હોય પોલીસે ટીંબીમા રહેતા મુસ્તાક ઉર્ફે બાપુ જુમાશા પઠાણ અને આરીફશા સુલેમાનશા કનોજીયા નામના શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂૂપિયા 1.30 લાખનો જથ્થો કબજે લીધો હતો અને બીએનએસએસ કલમ 35(1) ઇ 106 મુજબ કાર્યવાહી કરી હતી.

Continue Reading

અમરેલી

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

Published

on

By

અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.


સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.

Continue Reading

અમરેલી

લાઠીના વૃદ્ધને ન્યૂડ કોલમાં ફસાવી ગઠિયાએ રૂા.5.77 લાખ પડાવ્યા

Published

on

By

પોલીસ અધિકારીની ઓળખ આપી ન્યૂડ કોલમાં જે મહિલા છે તેણે આપઘાત કરી લીધાનું કહ્યું

લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા એક 65 વર્ષીય વૃદ્ધ ખેડૂત સાથે ચોંકાવનારી ઘટના બની હતી. વૃદ્ધને વોટસએપ નંબર પરથી ન્યૂડ કોલ કરીને રેકોડગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી 5.77 લાખ પડાવી લેવાયા હતા. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.


લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા 65 વર્ષીય વૃદ્ધ સોશિયલ મીડિયામાં સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા જેમાં હીરાભાઈ ખોડાભાઇ પરમાર નામના ખેડૂતને કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ન્યૂડ કોલ કરી પોલીસ અધિકારી અને યુટયુબ અધિકારીની ખોટી ઓળખ આપી આ ન્યૂડ વિડિયો કોલનું સ્ક્રીનીંગ કરી યુટયુબ તેમજ બીજા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપો અને એફઆઈઆર થયેલ છે,ન્યૂડ કોલમાં જે મહિલા છે તે મહિલાએ આત્મહત્યા કરેલ છે તેવી ખોટી હકીકત જણાવી બ્લેક મેઇલ કરી અવાર – નવાર રૂૂપિયાની માંગણી કરી વિડિયો ડિલીટ કરાવવાના બહાને 5,77 લાખ પડાવી લઈને છેતરપીંડી આચરી હતી. આ બનાવને લઈને વૃદ્ધ દ્વારા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા બનાવને લઇને કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય16 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય16 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત16 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત16 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય16 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય16 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય16 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય16 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય16 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય19 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

Trending