‘તને વિશ્ર્વાસ ન હોય તો મને છુટાછેડા આપી દે’, પરિણીતાને પતિ સહિતના સાસરિયાનો ત્રાસ

હાલ વાલીઓમા પોતાની વ્હાલી દીકરીને વિદેશમા પરણાવવાનો મોહ વધુ હોય છે ત્યારે આ મોહ ભારે પણ પડી શકે છે ત્યારે આવો જ એક બનાવ સામે…

હાલ વાલીઓમા પોતાની વ્હાલી દીકરીને વિદેશમા પરણાવવાનો મોહ વધુ હોય છે ત્યારે આ મોહ ભારે પણ પડી શકે છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે . રાજકોટ રહેતા માતા-પિતાએ તેની દીકરીને ઓસ્ટ્રેલીયા પરણાવ્યા બાદ દીકરીને તેનો પતિ અને સાસરીયાઓ ત્રાસ આપતા અહી મહીલા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવસીટી રોડ નટરાજનગર શેરી 1 મા રહેતા વિશ્ર્વાબેન ચૈતન્યભાઇ દવે (ઉ.વ. ર4) એ પતિ ચૈતન્યભાઇ બીપીનભાઇ , સસરા બીપીનભાઇ દામોદરભાઇ, સાસુ ભાવીશાબેન અને રાજકોટ અમીન માર્ગ પર અનુપમા સોસાયટી શેરી 4 મા રહેતા કાકાજી સસરા નીમીષભાઇ દામોદરભાઇ દવેનુ નામ આપતા તમામ સામે ત્રાસની ફરીયાદ નોંધાવી છે.

ફરિયાદી વિશ્ર્વાબેને જણાવ્યુ હતુ કે પોતે ઇલેકટ્રીકલ એન્જિીનિયરીંગ ભણેલી છુ તેમની સગાઇ તા. 4-12-22 નાં રોજ થઇ હતી. 15 દીવસ બાદ વિશ્ર્વાબેન સાસરાને ત્યા ગયા હતા. ત્યારે પતિને કહયુ કે બાર આંટો મારવા જાઇએ ટાઇમ સ્પેન્ડ કરીએ ત્યારે સસરા જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા અને જેઠ – જેઠાણી ન્યુઝીલેન્ડ ખાતે રહે છે તેની સાથે વિડીયો કોલમા વાત કરતી હતી ત્યારે સસરાને એડ કરતા તેમણે કહયુ કે આ તો પોદરાની જેમ બેસી રહે છે કાઇ કામ કાજ કરતી નથી.

કાકાજી સસરા નીમિષભાઇ દવે એ ઘરે આવી સસરાને ચઢામણી કરી હતી. અને કહેતા કે ભવિષ્યમા આ છોકરી સામુ બોલવી ના જોઇએ અને માતા – પિતા સાથે કોઇ સબંધ રાખવા ના દેતા બાદ તા. 21-1-24 નાં લગ્ન થયા હતા બાદમા બાલી હનીમુન કરવા ગયા ત્યારે પતિને અજાણ્યા નંબરમાથી મેસેજ આવતા તેમને એ બાબતે પુછતા કહયુ કે તને વિશ્ર્વાસ ન હોય તો છુટાછેડા આપી દે. ત્યારબાદ પતિ 1-3-24 નાં રોજ વિશ્ર્વાબેનને સાસુ-સસરા પાસે મુકી ઓસ્ટ્રેલીયા જતા રહયા હતા.

સસરા કહેતા કે તારા મા-બાપની ત્રેવડ નથી કે તને ઓસ્ટ્રેલીયા મોકલી શકે બાદમા મે – 2024 ચુંટણી ટાણે પિતાએ સાસુ – સસરા માટે કેક મોકલી તો સસરા કહેતા કે તારા બાપને કહી દેજે આવો કચરો અહી મોકલે નહી બાદમા એકવાર પિતાને બોલાવી કહયુ કે તમારી દીકરીને કાંઇ આવડતુ નથી અને તમારે અમારા ઘરમા કોઇ નિર્ણય લેવાનો નહી તેમ કહેતા હતા. બાદમા ઓસ્ટ્રેલીયા ગયા ત્યાથી માતા – પિતાએ ઇન્ડિયાની ટીકીટ કરાવી તા. 16-1 નાં રોજ ઇન્ડિયા બોલાવી લીધી હતી. તો આ સાસરીયાઓ સમાધાન કરવા માગતા ન હોય જેથી ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *