ચુનારાવાડમાંથી મહિલા 240 દારૂની બોટલ સાથે ઝડપાઈ, એક શખ્સનું નામ ખુલ્યું

દારૂના જથ્થા સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક પાસેથી સ્કુટરમાં દારૂની હેરાફેરી કરતી મહિલાને ઝડપી લેવાઈ હતી તેની પાસેથી દારૂની 240 બોટલ…

દારૂના જથ્થા સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક પાસેથી સ્કુટરમાં દારૂની હેરાફેરી કરતી મહિલાને ઝડપી લેવાઈ હતી તેની પાસેથી દારૂની 240 બોટલ સહિત રૂા.1 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ આરોપીની પુછપરછમાં ચુનારાવાડ ચોકના શખ્સનું નામ ખુલતાં તેની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. થોરાળા પોલીસ સ્ટેશનમાં પીઆઈ એન.જી.વાઘેલા, પી.એસ.આઈ. એમ.એસ.મહેશ્ર્વરી, પીએસઆઈ એ.પી.રતન, એએસઆઈ દેવશીભાઈ ખાંભલા, રાજેશભાઈ મેર, હસમુખભાઈ મીણામા, ધર્મેન્દ્રભાઈ કુંચાલા, ઈમરાનભાઈ ચુડાસમા અને હરપાલસિંહ વાઘેલા સહિતના સ્ટાફે બાતમીના આધારે ચુનારાવાડ શેરી નં.1 પાસેથી માજોઠીનગરના ખુણા પાસે રહેતી રીટાબેન જીતેશભાઈ સિતાપરા (ઉ.35)ને પકડી તેની પાસેથી અલગ અલગ બ્રાંડની 240 દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી. આરોપી રિટાબેન પોતાના સ્કુટર પર દારૂની હેરાફેરી કરતાં હોવાનું માલુમ પડયું હતું. આ ઘટનામાં તેમની પાસેથી રૂા.1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેની પુછપરછમાં ચુનારાવાડ શેરી નં.1માં રહેતા સુનિલ કિશનભાઈ સોલંકીનું નામ ખુલતાં તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *