શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા નુરાનીપરામા રહેતો યુવાન બાઇક લઇને ઢોલરા ચોકડી પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે રોંગ સાઇડમા ધસી આવેલા કાર ચાલકને જોઇને ચલાવવાનુ કહેતા કાર ચાલકે બાઇક ચાલક યુવાનને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા નુરાનીપરામા રહેતો શિરાજ અજીમભાઇ સોસા નામનો રપ વર્ષનો યુવાન બાઇક લઇને સાંજના છએક વાગ્યાનાં અરસામા ઢોલરા ચોકડી પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે રોંગ સાઇડમા ધસી આવેલા કાર ચાલકને જોઇને ચલાવવાનુ કહેતા કાર ચાલકે બાઇક ચાલક યુવાનને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
અન્ય બનાવમા કણકોટના પાટીયા પાસે ઝુપડપટ્ટીમા રહેતી ચંદ્રીકાબેન રાજુભાઇ વાઘેલા નામની 30 વર્ષની પરણીતા સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છુટી ઇંટ મારી હતી. જયારે મોરબી રોડ પર આવેલા ઓમનગરમા રહેતા રસીકભાઇ રવજીભાઇ ખીમસુરીયા (ઉ.વ. 43) તેના ઘરે હતો ત્યારે તેના નાનાભાઇ સમીરે પાઇપ વડે માર માર્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
