જમ્મુના અખનૂર સેક્ટરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં LoC નજીક લાલોલી વિસ્તારમાં IED વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં સેનાના એક કેપ્ટન અને એક જવાન શહીદ થયા છે. પેટ્રોલિંગ દરમિયાન સૈનિકો તેની સાથે અથડાયા હતા. આશંકા છે કે આ આઈડી આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના 3.50 વાગ્યે બની હતી. સૈન્ય પેટ્રોલિંગ તેના નિયમિત પેટ્રોલિંગ પર હતું. ત્યારબાદ બોર્ડર પાસે IED બ્લાસ્ટ થયો જેમાં એક અધિકારી સહિત ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે જવાનના મોત થયા, જ્યારે એકની હાલત ગંભીર છે.
માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ભટ્ટલ વિસ્તારમાં સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)ના કારણે વિસ્ફોટ થયો હતો. એવું માનવામાં આવે છે કે તે આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ તરત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.