ક્રાઇમ
હું તને જીવવા નહીં દવ, તું જિંદગીમાંથી ગયો, સસરાને જમાઇએ આપી ધમકી
નાનામવા સર્કલે કવાર્ટરમાં રહેતી પરિણીતા માવતેર આવતી રહેતા થઇ માથાકૂટ
છરી બતાવી કહયું, આટલી જ વાર લાગે: બે પોલીસ મથકમાં નોંધાતા ગુના
કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોરા પાસે રહેતા વૃધ્ધને તેમના જમાઇએ મારી નાખવાની ધમકી આપતા તાલુકા અને યુનિવર્સીટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, લક્ષ્મીના ઢોરે રહેતા બાવનજીભાઇ રામાભાઇ બગડા (ઉ.વ.61)એ તેમના જમાઇ દિનેશભાઇ ઉતમભાઇ ચૌહાણ (રહે.નાનામવા સર્કલ આવાસ કર્વાટર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. બાવનજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દીકરી ભાવના જે નાનામવા સર્કલ પાસે કર્વાટરમાં રહેતા દિનેશ સાથે લગ્ન થયા હતા તેમને સંતાનમાં બે દીકરી છે. દિનેશ અવારનવાર ભાવના પર શંકા કરતાં ગઇકાલે તેણી ઘર મુકી પિતાને ત્યાં આવી ગઇ હતી. જે બાદ પતિ દિનેશભાઇને જાણ થતાં તે પોતાની બંન્ને દીકરીઓ સાથે આવી તમારા લીધે જ અમારે દંપતીને ઝઘડા થાય છે અને જેને લીધે પત્ની ભાવના ઘરેથી જતી રહી છે. તમે જ મદદ કરો છો કહી છરી કાઢી તુ સવારે કામે જવા નીકળીશ એટલે તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી.
બીજી ફરિયાદમાં જણાવ્યું હતું કે, દીકરી ભાવના પતિના ત્રાસથી ઘરે એકલી આવી જતા બંન્ને પુત્રીઓને લેવા તાલુકા પોલીસની મદદ લઇ જમાઇ દિનેશની ઘરે પહોંચતા તે ત્યાંથી બંને પુત્રીને લઇ જતો રહ્યો હતો અને તેમણે વોટસએપમાં વોઇસ મેસેજ મોકલ્યો કે તારી દીકરીનું તે ઘર બગાડયુ છે તને હું જીવવા નહીં દઉં કાલ સુધીમાં તને મારી નાખીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ક્રાઇમ
વિશાખા ક્રેડિટ સોસાયટીના એક જ પરિવારના ચાર લોનધારકને એક રિટર્ન કેસમાં 9 માસની જેલ
શહેરની વિશાખા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી લીધેલી લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ નીવડેલ બે મહિલા સહિત ચાર લોનધારકને તકસીરવાન ઠરાવી 9 માસની સાદી કેદ અને ચેક મુજબની રકમ વાર્ષીક છ ટકાના સાદા વ્યાજ વળતરનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી માંથી સભાસદ દર જજે લીધેલી લોન હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગયેલા ભીખુભાઈ કેશાભાઈ વાળોદરા, હંસાબેન ભીખુભાઈ વાળોદરા, અર્જુનભાઈ ભીખાભાઈ વાળોદરા, પૂજાબેન અર્જુનભાઈ વાળોદરા તમામ સામે ચેક રીર્ટન થતા તમામ સામે અદાલતમાં નેગોસીએબલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. તરફથી એડવોકેટ અનિરૂૂધ્ધ નથવાણીની દલીલો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતનાં ચુકાદાઓ ઘ્યાને લઈ માં એડી. ચીફ. જયુડીમેજી. જે.એસ. પ્રજાપતી આરોપી કેશાભાઈ હંસાબેન ભીખુભાઈ વાળોદરા, ભીખુભાઈ વાળોદરા, અર્જુનભાઈ ભીખાભાઈ વાળોદરા, પૂજાબેન અર્જુનભાઈ વાળોદરા તમામને તકસીરવાન ઠરાવી 9 માસની સાદી કેદ અને ચેક મુજબની રકમ વાર્ષીક છ ટકાના સાદા વ્યાજ વળતરનો દંડ કરવામાં આવેલ અને જો દંડ એક માસમાં ન ચુકવે તો વધુ 2 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડ ની રકમ ફરીયાદીને વળતર તરીકે આપવા હુકમ કરવામાં આવેલો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે અનિરૂૂધ્ધ એ. નથવાણી, દિવ્યેશ એ. રૂૂડકિયા, દર્શિત બી. સોલંકી, તથા ધર્મીલ વી. પોપટ રોકયેલ હતા.
ક્રાઇમ
બનેવી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ભાઇ-બહેન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરના જંગલેશ્વરમાં બનેવી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ સ્કુટર આડુ નાખી ભાઇ-બહેન ઉપર હુમલો કર્યો હતો. હુમલો અને અકસ્માતના કારણે ચાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જાણવા મળતી વિગત મુજબ ગોકુલનગર શેરી નં.1માં રહેતા સાહીલ અબ્દુલભાઇ ગોગધ (ઉ.વ.21) નામના યુવાને ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે સોહીલ, સુલેમાન દલ અને સમીરના નામ આવ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી સમીર ઉર્ફે સંજલાને ફરીયાદીના બનેવી આસીફ બેરૈયા સાથે ઝઘડો થયો હોય દરમિયાન ફરીયાદી તેની બે બહેન અને ભત્રીજા તૈયબાને લઇ સ્કુટર લઇ જતો હતો. દરમિયાન જંગલેશ્વરમાં નુરાની ચોક પાસે પહોંચતા ત્રણેય આરોપીઓએ બાઇક આડુ નાખતા સ્કુટર સ્લીપ ખાઇ જતા ચોય પડી ગયા બાદ આરોપીઓએ ધારીયા જેવા તિક્ષણ હથીયારથી ફરીયાદી અને તેના બહેન ઉપર હુમલો કરી માર માર્યો હતો. જેથી ચારેયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
ચંદ્રેશનગરમાં મહિલાની કાર આંતરી કૌટુંબિક ભાઇની તોડફોડ
શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ પર કાર લઇ જઇ રહેલા મહિલાની કારને આંતરી કૌટુંબીક ભાઇએ કારમાં તોડફોડ કરી સમજાવવા જતા મહિલાના પતિને ધોકા વડે મારમાર્યો હતો. આ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવની મળતી વિગતો અનુસાર, ગુરૂપ્રસાદ ચોક હરસિદ્ધી ડેરીની પાછળ ત્રિવેણીનગરમાં રહેતા ગીતાબેન અજયભાઇ પાંઉ (ઉ.વ.48) એ ફરિયાદમાં તેમના મામાના દિકરા પરેશભાઇ શિવાભાઇ ચાવડાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ગીતાબેને ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગઇકાલે તેઓ પતિ સાથે બજારમાં કાર લઇ જતા હતા ત્યારે મામાના દિકરા પરેશભાઇ કાર લઇને આવી જોઇ તેમને જોઇ જતા ગીતાબેનને તું નીચે ઉતર તેમ કહેવા લાગ્યો હતો અને ગીતાબેન નીચે ઉતરતા ગાળો બોલી પરેશે અગાઉના ઝઘડાનો ખાર રાખી લાકડાના ધોકા વડે ગાડીનો કાચ ફોડી નાખ્યો હતો. અને તેમજ પતિને ધોકા વડે મારતા રાડારાડ કરતા પરેશભાઇ જતા રહ્યા હતા.
જતા જતા તેઓએ કહ્યુ કે તુ કયાંય ભેગી જઇશ તો જાનથી મારી નાખીશ ત્યારબાદ પરેશ ત્યાથી ભાગી ગયો હતો.આ બનાવનુ મુખ્ય કારણ ગીતાબેનના દીકરાની પત્ની પ્રતિજ્ઞા તેના પુત્ર ધનવીરને પુછયા વગર તેની સાથે લઇ જતા ગીતાબેન અને તેનો પુત્ર પાટલા સાસુ અનપૂર્ણાના ઘરે પુછપરછ માટે ગયા હતા ત્યારે ત્યા ઝઘડો થતા તે વાતનું મનદુ:ખ રાખી અન્નપૂર્ણાના પતિ પરેશે માથાકૂટ કરી હતી.
-
ગુજરાત1 day ago
યુનિ.રોડ ગંગોત્રી પાર્કમાં આંગડિયા પેઢીના માલિકની પત્નીનો ગળેફાંસો ખાઇ આપઘાત
-
ગુજરાત1 day ago
સ્વામિ. ભગવાને શિક્ષાપત્રીમાં જીવન લક્ષ્યને સુદ્દઢ બનાવવાની સમજ આપી છે: ટી.વી. સ્વામી
-
ક્રાઇમ1 day ago
વિશાખા ક્રેડિટ સોસાયટીના એક જ પરિવારના ચાર લોનધારકને એક રિટર્ન કેસમાં 9 માસની જેલ
-
ગુજરાત1 day ago
વિદ્યાસહાયકની ભરતીમાં ટ્રાયલ સર્ટિફિકેટ માગતા સૌ.યુનિવર્સિટીમાં ઉમેદવારોનો ધસારો
-
ગુજરાત1 day ago
હુમલાના બનાવમાં પોલીસે ભીનું સંકેલ્યાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને રજૂઆત
-
ગુજરાત1 day ago
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી, 42 કેન્દ્રો શરૂ કરાયા
-
ગુજરાત1 day ago
કલ્પક સહિત 7 ઉમેદવારો ઉપર જોખમ, સહકાર જૂથના વાંધા-વચકા
-
ગુજરાત1 day ago
માનેલા ભાઇએ આઠ વર્ષના ભાણેજને ઘરમાં બોલાવી આચર્યુ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય