નાટો સહિતના દેશો તરફ નાળચું, યુદ્ધ આગળ વધારવા કટિબધ્ધ
ઈરાન સામેનું યુધ્ધ ટ્રમ્પના રહસ્યમય વર્તન વચ્ચે સતત આગળ વધી ગયું છે અને હવે સ્થિતિ આ યુધ્ધના પક્ષકાર દેશોના કાબુ બહાર દેખાય છે તેમાં એક તરફ ઈરાનના બે વડાઓ, એક રાજકીય આયાતોલ્લા ખૌમેની અને હવે બીજા સુરક્ષા વડા લારીજાનીના મોતથી શત્રુરાષ્ટ્ર ઈરાન શુન્યાવકાશ ભોગવે છે તેની સામે હોર્મુઝની સામુયુધ્ધનીનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી ઈરાને દુનિયાભરના ઓઈલ ટ્રાન્સપોર્ટેશનને વેરવિખેર કરીને વૈશ્ર્વિક ઉર્જા અરાજકતાનું સર્જન કર્યું છે, એ સ્થિતિમાં ટ્રમ્પને એના ધારણા પ્રમાણેના કહેવાતા સાથી રાષ્ટ્રો સહકાર ન આપતાં એકલા પડી ગયેલા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ઘુંઘવાયા છે અને યુધ્ધને હાર્યો જુગારી બમણુ રમે એ ન્યાયે વધુ વિકરાળ સ્વરૂપ સુધી લઈ જવા વ્યાકુળ થયા હોય એવા નિવેદનો કરવા લાગ્યા છે જેમાં આ યુધ્ધમાં હું ઈરાનને ખતમ કરીશ અને યુધ્ધ પુરૂ થયા પછી નાટો સહિતના અને અસહકાર આપનારા દેશોને ‘જોઈ લઈશ’ જેવી ધમકીઓ મુખ્ય છે.
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વધુ ભયાનક બન્યું છે. અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠાના મિસાઈલ ઠેકાણાઓ પર 5000 પાઉન્ડના બોમ્બ વર્ષાવીને તેમને તબાહ કરી દીધા છે. બીજી તરફ, સાથી દેશોના અસહકારથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો (ગઅઝઘ) માંથી બહાર નીકળવાની પણ ચીમકી આપી છે.
અમેરિકન સેનાએ હોર્મુઝની ખાડી નજીક ઈરાની તટરેખા પર આવેલા મજબૂત મિસાઈલ બેઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં 5000 પાઉન્ડ (આશરે 2267 કિલોગ્રામ) ના અત્યંત શક્તિશાળી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઊંડે સુધી જઈને તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઠેકાણાઓ પર રહેલી એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઈલો આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે મોટું જોખમ હતી, જેને અમેરિકાએ સફળતાપૂર્વક ખતમ કરી દીધી છે.
હોર્મુઝ જળડમરુમધ્યને સુરક્ષિત રાખવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો અને અન્ય સાથી દેશો પાસે મદદ માંગી હતી, પરંતુ તમામ મુખ્ય દેશોએ આ યુદ્ધમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ દુનિયાની ભલાઈ માટે આ યુદ્ધ લડી રહ્યા છે, પરંતુ કોઈ દેશ તેમને સાથ આપવા તૈયાર નથી. તેમણે સાથી દેશો પર ’અહેસાન ફરામોશ’ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, યુક્રેન યુદ્ધમાં આ દેશોએ અમેરિકા પાસેથી અબજો ડોલરની મદદ લીધી હતી, પણ આજે જ્યારે અમેરિકા અને ઈઝરાયલને જરૂૂર છે ત્યારે તેઓ પાછળ હટી રહ્યા છે.
વિશ્વના અંદાજે 20% ક્રૂડ ઓઈલનો પુરવઠો આ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે, તેમ છતાં જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોએ અમેરિકાના આ મિશનમાં જોડાવાની ના પાડી દીધી છે. યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા કાજા કલાસે ટ્રમ્પની માંગણીઓને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, “આ યુરોપનું યુદ્ધ નથી. અમે આ જંગ શરૂૂ કર્યો નથી અને આ માટે અમારી કોઈ સલાહ પણ લેવામાં આવી નથી.” નાટોએ પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે કે તેઓ એક રક્ષણાત્મક ગઠબંધન છે, આક્રમક નહીં, તેથી તેઓ અમેરિકાના આ યુદ્ધમાં સામેલ થશે નહીં.
નાટો છોડવાની ટ્રમ્પની ચીમકી
સાથી દેશોના વલણને કારણે ગુસ્સે થયેલા ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ અમેરિકાને નાટો માંથી બહાર કાઢવા પર વિચાર કરી શકે છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, આ નિર્ણય માટે તેમને સંસદની મંજૂરીની જરૂૂર નથી. જોકે, કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ માટે આટલો મોટો નિર્ણય લેવો સરળ નથી, કારણ કે 2023માં પસાર થયેલા અમેરિકી કાયદા મુજબ નાટો છોડવા માટે સંસદની મંજૂરી લેવી અનિવાર્ય છે. હાલમાં આ યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની ગંભીર અસરો દેખાઈ રહી છે.
