વિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યા

  દુકાને ઝઘડો કરતા શખ્સને આંગણવાડીમાં આપેલો આશરો ખાલી કરવાનું કહેતા ઢીમ ઢાળી દીધુ વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામનાં મહીલા સરપંચનાં પતિએ દુકાને ઝઘડો કરતા શખ્સને…

 

દુકાને ઝઘડો કરતા શખ્સને આંગણવાડીમાં આપેલો આશરો ખાલી કરવાનું કહેતા ઢીમ ઢાળી દીધુ

વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામનાં મહીલા સરપંચનાં પતિએ દુકાને ઝઘડો કરતા શખ્સને આંગણવાડીમા આપેલો આશરો ખાલી આપવાનુ કહી ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા શખ્સે મહીલા સરપંચનાં પતિ પર પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા આધેડનુ સારવારમા મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો. આધેડનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાનાં (ઓઝત) ગામે રહેતા અરવિંદભાઇ ભીખુભાઇ મકવાણા નામના 48 વર્ષનાં આધેડ ગત તા 1પ માર્ચના રોજ રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા પોતાનાં ગામમા હતા ત્યારે ખંભાળીયા (ઓઝત) ગામનાં ભાણેજ અને ત્યા જ રહેતા કિશોર ઉર્ફે ભાણો હરીભાઇ માલણીયાએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા આધેડને વિસાવદર બાદ જુનાગઢ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. જયા તેમની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પુર્વે જ આધેડે હોસ્પીટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામા પલ્ટાયો હતો. આધેડનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે વિસાવદર પોલીસને જાણ કરતા વિસાવદર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરુરી કાર્યવાહી કરી આધેડનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.

પ્રાથમીક પુછપરછમા મૃતક અરવિંદભાઇ મકવાણા 3 ભાઇ બે બહેનમા મોટા હતા અને તેમને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. અરવિંદભાઇ મકવાણાનાં પત્ની કાંતાબેન મકવાણા ખંભાળીયા (ઓઝત) ગામનાં સરપંચ છે. હુમલાખોર કિશોર ઉર્ફે ભાણો માલણીયા ખંભાળીયા (ઓઝત) ગામનો ભાણેજ છે અને છેલ્લા 4 મહીનાથી ખંભાળીયા (ઓઝત) ગામે રહેવા માટે આવ્યો છે. સરપંચ સહીતનાં ગ્રામજનોએ તેને આંગણવાડીમા આશરો આપ્યો છે. ઘટનાનાં દિવસે અરવીંદભાઇ મકવાણા પોતાનુ બાઇક લઇને પસાર થઇ રહયા હતા ત્યારે દુકાને કિશોર ઉર્ફે ભાણો માલણીયા કોઇ સાથે ઝઘડો કરતો હતો જેથી અરવીંદભાઇ મકવાણાએ કિશોર ઉર્ફે ભાણો માલણીયાને ઠપકો આપી સમજાવ્યો હતો અને આંગણવાડીમા આપેલો આશરો ખાલી કરી આપવાનુ કહેતા કિશોર ઉર્ફે ભાણો માલણીયાએ જ્ઞાતી પ્રત્યે હડધુત કરી જીવલેણ હુમલો કર્યો હતો . જે અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અરવીંદભાઇ મકવાણા મૃત્યુ બાદ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *