હિટ એન્ડ રન : વાંકાનેરના લાકડધ પાસે અજાણ્યા ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત

વાંકાનેર રફાળેશ્વર ગામે રહેતો યુવાન બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને હેર કટીંગ કરાવવા જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેરના લાકડધ ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલકે…

વાંકાનેર રફાળેશ્વર ગામે રહેતો યુવાન બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને હેર કટીંગ કરાવવા જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેરના લાકડધ ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના રફાળેશ્વર ગામે રહેતા ધીરેન તિવારી નામનો 40 વર્ષનો યુવાન ગત તા.16 ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામા પોતાનું બાઈક લઈને વાંકાનેરના લાકડધ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે ધીરેન તિવારીના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છુટ્યો હતો હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીન છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ઉત્તર પ્રદેશનો વતની હતો અને રફળેશ્વર ગામે કંપનીમાં કામ કરતો હતો. ધીરેન તિવારી ત્રણ ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર હતો. ધીરેન તિવારે હેર કટીંગ કરાવવા જતો હતો તે દરમિયાન નડેલો અકસ્માત જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *