કોમેડિયન ભારતી સિંહ બીજી વખત બની માતા, દીકરાને આપ્યો જન્મ

  કોમેડી ક્વીન ભારતી સિંહ અને તેમના પતિ લેખક-હોસ્ટ હર્ષ લિંબાચિયાના ઘરે ફરી એકવાર કિલકારી ગુંજી છે. આ દંપતીએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું છે.…

 

કોમેડી ક્વીન ભારતી સિંહ અને તેમના પતિ લેખક-હોસ્ટ હર્ષ લિંબાચિયાના ઘરે ફરી એકવાર કિલકારી ગુંજી છે. આ દંપતીએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. 41 વર્ષની ઉંમરે ભારતી બીજીવાર દીકરાની માતા બની છે.આજે ભારતીએ દીકરાને જન્મ આપ્યો જોકે, દંપતી તરફથી હજુ પણ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

આજે સવારે તેને ‘લાફ્ટર શેફ’નું શૂટિંગ કરવાનું હતું, પરંતુ વોટર બેગ ફાટવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ભારતીએ પોતાના લાડકવાયાને જન્મ આપ્યો.

ભારતી અને હર્ષ ટીવીના પ્રિય યુગલોમાંના એક છે. તેમનો પુત્ર, ગોલા, સોશિયલ મીડિયા પર પહેલાથી જ ખૂબ લોકપ્રિય છે, અને તેના નાના ભાઈના આગમનથી દંપતીની ખુશી બમણી થઈ ગઈ છે.

ફેન્સ અને સેલેબ્સ ભારતી અને તેમના પતિ હર્ષ લિમ્બાચિયાને ફરીથી માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. કપલના ઘરમાં જશ્નનો માહોલ છે. ભારતી અને હર્ષે 2017માં લગ્ન કર્યા હતા. ભારતીએ આ પહેલા 2022માં દીકરા ‘ગોલા’ને જન્મ આપ્યો હતો. તેનું અસલી નામ લક્ષ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *