પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક રૂૂપેણ બંદર વિસ્તારમાંથી તાજેતરમાં અંદાજે 50 કિલો ગૌ માંસ સાથે ત્રણ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા બાદ સમગ્ર પંથકના ગૌપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાના વિરોધમાં શુક્રવારે સવારે આશરે 11 વાગ્યે દ્વારકાના રબારી ગેઈટથી પ્રાંત અધિકારી કચેરી સુધી હિન્દુ સંગઠનો, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ શાંતિપૂર્ણ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું કર્યું હતું.
આ રેલી દરમિયાન વક્તાઓએ યાત્રાધામમાં ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓને અતિ ગંભીર ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાધુ-સંતોએ જણાવ્યું હતું કે ગૌહત્યારાઓ સામે દાખલારૂૂપ પગલાં લેવાં જરૂૂરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. પ્રશાસન તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે તેવી પણ માગણી કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાની, આરોપીઓને કડક સજા આપવાની તેમજ યાત્રાધામ વિસ્તારમાં ચાલી રહેલી માંસ અને ઈંડાની દુકાનો બંધ કરાવવા અંગે રજૂઆત કરાઈ છે. માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગલા સમયમાં ઉગ્ર આંદોલન હાથ ધરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
