ગુજરાત
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગે સરકાર જવાબ આપે
ગિરનાર પર પ્લાસ્ટિક પ્રદૂષણના મુદ્દે મોનિટરિંગ કમીટિની રચના નહીં થતા હાઇકોર્ટ નારાજ
ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં નોંધ્યું છે કે,થસંબંધિત એકમો જે રીતે સંબંધિત નિયમો હેઠળ જરૂરી પરવાનગીઓ વિના કામ કરી રહ્યા હતા, તે સ્પષ્ટ કરે છે કે શહેર મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના વડા તરીકે તેમની જવાબદારી પ્રત્યે બેધ્યાન હતા.
એટલું જ નહીં હાઇકોર્ટની ખંડપીઠે અગાઉના આદેશને ફરીથી ટાંકતા રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે,થપ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂૂલ્સના અસરકારક અમલ માટે રાજ્ય સરકારને રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટીનું ગઠન કરવાનું કહેવામાં આવ્યું હતું. જે માટે એડવોકેટ જનરલ દ્વારા જવાબ આપવામાં આવે અને આગામી સુનાવણી સુધીમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું સોગંદનામું કરવામાં આવે.થ આ કેસની વધુ સુનાવણી 1લી ઓક્ટોબરે મુકરર કરાઇ છે.
કોર્ટે આદેશમાં નોંધ્યું છે કે, જીપીસીબીના ઇન્સ્પેક્શનના અહેવાલો અને કોર્પોરેશનના વાર્ષિક અહેવાલોમાં આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે બંને સત્તાવાળાઓ (નિગમ અને જીપીસીબી) પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016ની જોગવાઈઓની સંપૂર્ણ અવગણના કરી છે. પ્લાસ્ટિક કચરાના અલગીકરણ, સંગ્રહ, સંગ્રહ, પરિવહન, પ્રક્રિયા અને નિકાલ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે નિયમ 6 હેઠળ સ્થાનિક સંસ્થાની જવાબદારી ફિક્સ કરવામાં આવેલી છે. સ્પષ્ટ છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની રીતે અને ખાનગી ઓપરેટરોની સંલગ્નતા દ્વારા બનાવવામાં આવેલી ત્રણ સુવિધાઓમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016ની જોગવાઈઓનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, જીપીસીબીના રિપોર્ટમાં જે ચોંકાવનારી હકીકતો રેકોર્ડ પર આવી છે, તે સ્પષ્ટ છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016ની જરૂૂરિયાતથી અજાણ હતા.હાઈકોર્ટે શહેરમાં એકત્ર કરવામાં આવતા પ્લાસ્ટિકના કચરાનું સંચાલન કરતા ત્રણ ઓપરેટરોની સંલગ્ન પ્રક્રિયા અંગેના દસ્તાવેજો મંગાવ્યા હતા. તે આગળ ઓપરેટરોને કોન્ટ્રાક્ટ આપવા સંબંધિત સમગ્ર મૂળ રેકોર્ડની માગણી કરે છે. કોર્ટે મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટ સાથે કોન્ટ્રાક્ટર અને સિટી કોર્પોરેશન દ્વારા નિયમો અનુસાર રજૂ કરેલા વાર્ષિક અહેવાલો મંગાવ્યા છે.
કોર્ટે તેના 17મી સપ્ટેમ્બરના આદેશમાં જીપીસીબીની રજૂઆતની નોંધ લીધી હતી કે એવું જાણવા મળ્યું હતું કે જ્યાં કચરાની પ્રોસેસ કરવામાં આવે છે તે ત્રણ એકમોમાંથી કોઈએ પણ તેને હાથ ધરવા માટે બોર્ડ પાસેથી કોઈ પરવાનગી લીધી નથી. તેમજ તેમના દ્વારા પ્રક્રિયા કરાયેલા કચરાના જથ્થાને સમર્થન આપતા કોઈ દસ્તાવેજી પુરાવા મળ્યા ન હતા.
ક્રાઇમ
મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો
3 શખ્સ સામે નોંધાયો ગુનો
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ક્રાઇમ
ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.
ગુજરાત
ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા
ઈજાગ્રસ્તોને જામકંડોરણા, ગોંડલ દવાખાને ખસેડાયા
ગોંડલ જામકંડોરણા રોડ પર ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે ઇકો કાર અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 10 જેટલા લોકોને ઇજા થઇ હતી.અકસ્માતને લઈને ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી અને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે જામકંડોરણા સીએચસી સેન્ટર અને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો કાર અને યુટીલિટી પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુટીલિટી પલ્ટી મારી જવા પામી હતી. જેમાં મુકેશભાઈ રણમલભાઈ રાઠોડ ઉ.વ.40, મહેશભાઈ ટપુભાઈ રાજગોર ઉ.વ.28, જયાબેન બાલુભાઈ વાજા ઉ.વ.48 વિનોદભાઈ દેવશીભાઈ રાખીયા ઉ.વ. 52, પાયલબેન વિનોદભાઈ રાખીયા ઉ.વ.22 સહિત 10 લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત ની ઘટના ને લઈને ગોંડલ, કોલીથડ, અને જામકંડોરણા સહિત ત્રણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય