હિટ એન્ડ રન: દેવાબાપાની જગ્યામાં દર્શન કરી જતા યુવાનનું અજાણયા વાહનની ઠોકરે મોત

વાંકાનેર બાઉન્ટ્રી નજીકનો બનાવ: સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની રાજકોટ ચોટીલા હાઇવે પર વાંકાનેર બાઉન્ટ્રી નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. દેવાબાપાની જગ્યામાં…

વાંકાનેર બાઉન્ટ્રી નજીકનો બનાવ: સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની

રાજકોટ ચોટીલા હાઇવે પર વાંકાનેર બાઉન્ટ્રી નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. દેવાબાપાની જગ્યામાં દર્શન કરી પરત જતા મોટી મોલડીના યુવાનને અજાણયા વાહન ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે ધવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતો પ્રકાશ વિરજીભાઇ મેઘાણી (ઉ.વ.36) નામનો યુવાન વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેવાબાપાની જગ્યા પાસે ચાલીને જતો હતો ત્યારે અજાણયા વાહન ચાલકે તેને ઠોકરે ચડાવતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગત ન નીવડતા હોસ્પિટલના બીછાનેજ તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતીે.

પ્રાથમિક તપાસમાં મૃતક પ્રકાશ પાંચ ભાઇમાં વચેટ અને ખેતી કામ કરતો હતો વાંકાનેર બાઉન્ટ્રી નજીક આવેલી દેવાબાપાની જગ્યા દર્શન કરી પરત જતો હતો ત્યારે કોઇ અજાણો વાહન ચાલક અકસ્માત સર્જ ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે અકસ્માત સર્જ નાશી છુટેલા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. જયારે યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં ધેરો શોક છવાઇ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *