મુળ પડધરીની વિદ્યાર્થિની બે દિવસની રજામાં ઘરે ગઇ હતી: પરત આવતા ભરેલુ પગલું
શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક નર્સિંગ કોલેજની હોસ્ટેલમા રહેતી પડધરીની છાત્રાએ એસીડપી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી છે. આ અંગે પોલીસે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મજુબ મુળ પડધરીની અને હાલ જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે આનંદ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ખુશ્બુ નટુભાઇ પરમાર (ઉ.વ.20)નામની છાત્રાએ આજે બપોરે હોસ્ટેલમાં એસીડ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ખુશ્બુ કોલેજમાં બે દિવસની રજા હોવાથી તેના ઘરે પડધરી ગઇ હતી. જયાથી આજે પરત હોસ્ટેલમાં આવી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. તેણીએ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
