ગુજરાત
ગુજરાત ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે: મોદી
વડોદરાના C-295 પ્રોજેક્ટના 1800 પાર્ટસ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બનાવશે, ડિફેન્સ ક્ષેત્રમાં 1000 ર્સ્ટાટઅપ નિર્ણાયક ભૂમિકા માટે તૈયાર રહેવા વડાપધ્રાનનું આહ્વાન
વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તો છે જ અને ભવિષ્યમાં તે એવિએશન મેન્યુફેક્ચરિંગ એટલે કે વિમાનો બનાવવાનું હબ બનવાનું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં ટાટા-એરબસના સી-295 વિમાનો બનાવવા માટેના એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષના ઉદઘાટન સમારોહમાં કહ્યું હતું.
આ એરક્રાફટ કોમ્પ્લેક્સનું પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝના હસ્તે ઉદઘાટન થયું હતું.એ પછી આમંત્રિતોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સી-295 એરક્રાફટ બનાવવાની ફેકટરી ભારતના નવા વર્ક કલ્ચરનું પ્રતિબિંબ છે.બે વર્ષમોં આ પ્લાન્ટ બનીને તૈયાર છે. કોઈ પણ પ્રોજેકટના પ્લાનિંગમાં અને તેના અમલમાં બિન જરુરી વિલંબ ના થવો જોઈએ તેવું મારુ માનવું રહ્યું છે.વડોદરામાં રેલવે કોચ બનાવવાની ફેકટરી પણ આ જ રીતે રેકોર્ડ બ્રેક સમયમાં ઉભી થઈ હતી અને ત્યાં બનતા કોચની વિદેશમાં આયાત થાય છે.તે જ રીતે વડોદરામાં બનનારા વિમાનો પણ બીજા દેશોમાં એક્સપોર્ટ થશે.
એક સ્પેનિશ કવિને ટાંકીને પીએમ મોદીએ કહ્યું હતું કે, લક્ષ્ય સુધી પહોંચવા માટે એક ડગલુ ભરીએ છે તો રસ્તા આપોઆપ બનવા માંડે છે.છેલ્લા એક દાયકામાં લેવાયેલા નિર્ણયોથી દેશમાં સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહ્યું છે.ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલવામાં આવ્યા છે અને પબ્લિક સેકટરની કંપનીઓને વધારે કાર્યક્ષમ બનાવવામાં આવી છે.દક્ષિણ ભારતમાં બે ડિફેન્સ કોરિડોર બનાવાયા છે.સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની એક્સપોર્ટમાં 30 ગણો વધારો થયો છે.સરકારના પ્રોત્સાહનના કારણે ડિફેન્સ સેકટરમાં 1000 સ્ટાર્ટ અપ ઉભા થયા છે.આજે દુનિયાના 100થી વધારે દેશોને ભારતમાંથી હથિયારો અને પાર્ટસની નિકાસ કરવામાં આવે છે.
વડોદરાના સી-295 પ્રોજેકટ માટેના 18000 પાર્ટસ ભારતમાં જ બનવાના છે.આ પાર્ટ નાના અને મધ્યમકદના ઉદ્યોગો બનાવશે.તેનાથી ઉદ્યોગોને વેગ મળશે. તેમણે આગળ કહ્યું હતું કે, ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો પણ વિકાસ થઈ રહ્યો છે.નાના શહેરો વિમાની સેવાઓથી જોડાઈ રહ્યા છે.ભારતની કંપનીઓએ 1200 એરક્રાફટ ઓર્ડર કર્યા છે.વડોદરાની આ ફેકટરીની નાગરિક ઉડ્ડયનના વિમાનો બનાવવામાં મહત્વની ભૂમિકા હશે.વડોદરા પાસે ફાર્મા, એન્જિનિયરિંગ, કેમિકલ ક્ષેત્રની ઘણા ઉદ્યોગો છે અને વડોદરા એવિએશન મેન્યુફેકચરિંગનુ હબ બનશે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરવાની સાથે જણાવ્યું કે પસી 295 એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રિયલ એક્સેલન્સનું પ્રતીક છે અને આ પ્રોજેક્ટથી ભારત-સ્પેનની મિત્રતા વધુ મજબૂત બની છે. હવે ભવિષ્યમાં ભારત સાથે ટેકનોલોજી ટ્રાન્સફરના દ્વાર પણ ખૂલશે. એટલું જ નહીં, આ ઔદ્યોગિક સહયોગથી ઇજનેરો અને ટેક્નિશિયનોની તાલીમ અને ઘડતરના દ્વાર ખુલ્યા છે. સ્પેનમાં ભારતીય અને ભારતમાં સ્પેનિશ કંપનીઓ વધી રહી છે. તેનાથી રોજગારી સર્જન અને સંશોધનને વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટ એમએસએમઇ ના વિકાસને વેગ આપશે.મધ્યમ અને લઘુ ઉદ્યોગોને ખૂબ અગત્યના ગણાવતા સાંચેઝે જણાવ્યું કે નઅમારા દેશમાં 99 ટકા કંપનીઓ એમએસએમઇ છે અને દેશના વિકાસમાં તેમનું ખૂબ યોગદાન છે. ભારત – સ્પેનના સંગીત સહિતના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરવાની સાથે તેમણે ભારતીય સંગીતકાર પંડિત રવિશંકરને અને સ્પેનિશ ગિટાર અને ભારતીય સિતાર વચ્ચેની એકરૂૂપતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાને ફાધર વાલેસને યાદ કર્યા
પીએમ મોદીએ ગુજરાતના જાણીતા સાહિત્યકાર ફાધર વાલેસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 75 વર્ષ પહેલા સ્પેનથી આવેલા ફાધર કાર્લોસ ગુજરાતમાં વસ્યા હતા.તેમણે પોતાના કાર્યોથી ગુજરાતને સમૃધ્ધ કર્યું હતું.તેમના યોગદાનનું ભારતે પદ્મશ્રી એવોર્ડથી નવાજીને સન્માન કર્યું હતું.ગુજરાતના લોકો તેમને ફાધર વાલેસ તરીકે ઓળખતા હતા.તેમના પુસ્તકો ગુજરાતને તેમણે આપેલી વિરાસતનું ઉદાહરણ છે.
ફૂટબોલ, ફૂડ અને ફિલ્મો ભારત અને સ્પેનના લોકોને જોડે છે
નરેન્દ્ર મોદીએ સ્પેનના વડાપ્રધાનની હાજરીમાં કહ્યું હતું કે, ફૂડ, ફિલ્મ અને ફૂટબોલ ભારત અને સ્પેનના લોકોને જોડે છે.સ્પેનની ફૂટબોલ ટીમના ભારતમાં પણ બહુું મોટો ચાહક વર્ગ છે.બે દિવસ પહેલા બાર્સેલોના અને રિયલ મેડ્રિડ વચ્ચે રમાયેલી મેચની ભારતમાં પણ ભારે ચર્ચા હતી.બંને દેશોના સબંધોને મજબૂત બનાવવા માટે 2026ના વર્ષને ભારત અને સ્પેનના ટુરિઝમ, ક્લ્ચરલ યર તરીકે ઉજવવામાં આવશે.
ક્રાઇમ
મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો
3 શખ્સ સામે નોંધાયો ગુનો
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ક્રાઇમ
ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.
ગુજરાત
ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા
ઈજાગ્રસ્તોને જામકંડોરણા, ગોંડલ દવાખાને ખસેડાયા
ગોંડલ જામકંડોરણા રોડ પર ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે ઇકો કાર અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 10 જેટલા લોકોને ઇજા થઇ હતી.અકસ્માતને લઈને ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી અને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે જામકંડોરણા સીએચસી સેન્ટર અને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો કાર અને યુટીલિટી પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુટીલિટી પલ્ટી મારી જવા પામી હતી. જેમાં મુકેશભાઈ રણમલભાઈ રાઠોડ ઉ.વ.40, મહેશભાઈ ટપુભાઈ રાજગોર ઉ.વ.28, જયાબેન બાલુભાઈ વાજા ઉ.વ.48 વિનોદભાઈ દેવશીભાઈ રાખીયા ઉ.વ. 52, પાયલબેન વિનોદભાઈ રાખીયા ઉ.વ.22 સહિત 10 લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત ની ઘટના ને લઈને ગોંડલ, કોલીથડ, અને જામકંડોરણા સહિત ત્રણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય