ગુજરાત
ખંભાળિયામાં જર્જરિત મકાન તૂટી પડતા દાદી-બે પૌત્રીનાં મોત
125 વર્ષ જૂનું મકાન ધરાશાયી, મોડી રાત સુધી રેસ્કયૂ ઓપરેશન, ચાર લોકોને બચાવી લેવાયા
ખંભાળિયા શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ (ગગવાણી ફળી) સ્થિત એક જુના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ ગઈકાલે મંગળવારે સાંજે જમીનદોસ્ત થઈ જતા આ મકાનમાં ફસાયેલા સાત જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમજ બે બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબી જહેમત પછી પણ દાદી-પૌત્રીઓના નિષ્પ્રાણ દેહ જ સાંપળ્યા હતા. આશરે સવાસો વર્ષ જૂના આ મકાનના કાટમાળને દૂર કરવા તેમજ ફસાયેલાઓને બચાવવા માટે મોડી રાત્રી સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ કરુણ બનાવે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.
ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બની ગયેલા આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા મેઈન બજાર નજીક રાજડા રોડ (ગગવાણી ફળી) વિસ્તારમાં આવેલા એક મુંબઈ સ્થિત ભાટીયા સદગૃહસ્થના માલિકીના આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. ગઈકાલે મંગળવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયો હતો.
આ સમયે ઘરમાં રહેલા સાત જેટલા સભ્યો પૈકી ચાર સભ્યો સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા. જે પૈકી આશરે સાતેક વર્ષની બાળાને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ મકાનમાં રહેતા કેસરબેન જેઠાભાઈ કણજારીયા નામના 65 વર્ષના વૃદ્ધા તેમજ પાયલબેન અશ્વિનભાઈ કણજારીયા (ઉ.વ. 19) અને પ્રીતિબેન અશ્વિનભાઈ કણજારીયા (ઉ.વ. 13) ને ફસાઈ ગયેલી હાલતમાં અહીંથી બહાર કાઢવા માટે નગરપાલિકા બાદ મોડી સાંજે એનડીઆરએફની ટીમનું પણ અત્રે આગમન થયું હતું. આ સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, સેવાભાવી કાર્યકરો પહોચી ગયા હતા. મોરચો સંભાળીને જે.સી.બી. સહિતના સાધનોથી સુસજ્જ એનડીઆરએફની ટીમના જવાનોએ અવિરત રીતે જહેમત હાથ ધરી, દિવાલ તેમજ નડતરરૂૂપ કાટમાળને ખસેડ્યો હતો. પરંતુ સૌ પ્રથમ રાત્રે 10:30 વાગ્યે કેસરબેનનો ત્યારબાદ આશરે 11:30 વાગ્યે પ્રીતિબેનનો અને આશરે 12:15 વાગ્યે પાયલબેનનો નિષ્પ્રાણ દેહ આ કાટમાળ વચ્ચેથી દબાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ત્રણેય મૃતદેહને અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વર્ષો અગાઉ રાજડા બાલમંદિરનું આ મકાન ધરાશાયી થયાનો બનાવ બનતા પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ તેમજ પાલિકાના પ્રમુખ – સત્તાવાળાઓ, મામલતદાર વિક્રમ વરુ, પી.આઈ. સરવૈયા સહિતનો કાફલો આ સ્થળે દોડી ગયો હતો. મકાનમાં ફસાયેલા ત્રણ પરિવારજનોને બચાવવા માટે સધન રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ માટે આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અને જે.સી.બી.ની મદદથી કાટમાળ ખસેડવાની પ્રક્રિયા લાંબો સમય ચાલી હતી. ઘટના સ્થળે ઇમરજન્સી 108 સહિતનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ અત્યંત જર્જરીત એવા આ મકાન સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ જે-તે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કડક કાર્યવાહીના અભાવે મકાન ખાલી ન કરાતા ગઈકાલે આ દુર્ઘટના બની હતી.
મૃતક પરિવારના અશ્વિનભાઈ જેઠાભાઈ દલવાડી નજીકના રાજડા રોડ વિસ્તારમાં કટલેરીનો વેપાર કરતા હતા. પાંચ પુત્રીઓ પૈકી બીજા નંબરની પુત્રી પાયલ અને તેનાથી નાની પ્રીતિ ઉપરાંત તેમના માતા કેસરબેનના અકાળે અવસાન થતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. વિધિની વક્રતા તો એ છે કે પાંચ પુત્રીઓના પિતા અશ્વિનભાઈના ધર્મપત્ની હાલ સગર્ભા હતા અને દુર્ઘટના સ્થળે ઘરમાં જ જતા. પરંતુ તેમને આસપાસના લોકોએ સફળતાપૂર્વક બહાર કાઢી લીધા હતા. અશ્વિનભાઈને એક મોટાભાઈ પણ છે. તેઓ જાણીતા પ્રોવિઝન સ્ટોરમાં નોકરી કરે છે. અશ્વિનભાઈની મોટી પુત્રીની અગાઉ સગાઈ પણ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. કેસરબેનના પુત્રી કે જે ભિવંડી રહેતા હોય, તેમના આગમન બાદ આજે સાંજે તેઓની સ્મશાનયાત્રા નીકળશે તેમ પણ જાણવા મળ્યું છે.ઉપરોક્ત દુર્ઘટના અંગેની વિધિવત રીતે નોંધ અશ્વિનભાઈ જેઠાભાઈ કણજારીયા (ઉ.વ. 40) એ અહીંની પોલીસમાં કરાવી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર શહેર ઉપરાંત દલવાડી સમાજમાં ભારે સાથે અરેરાટી પ્રસરાવી છે.
ગુજરાત
અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર બસની બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત, 20થી વધુ મુસાફર ઘાયલ
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 20થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર બસની બ્રેક ફેલ થતા અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. બસ પલટી મારી જતા અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મુસાફરો અંજારથી અંબાજી દર્શન કરવા માટે આવ્યા હતા. અંબાજીથી પરત ફરતી વખતે ત્રિશુલીયા ઘાટ પર અકસ્માત સર્જાયો હતો.
અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવાર ત્રિશુલિયા ઘાટ પર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આ જગ્યાએ અસામાન્ય રીતે સાવધાની જરૂરી છે, પરંતુ તે છતાં, આ માર્ગ પર અકસ્માતોની વારંવાર ઘટનાઓ સામે આવે છે.
ગુજરાત
સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે અસંસ્કારી ભાષાનો પ્રયોગ, મર્દ-નામર્દ સુધીના મેણાંટોણાં
ફોર્મ ચકાસણી દરમિયાન વાકયુદ્ધ, સંઘમાં જવા માટે ચૂંટણી થઇ હતી તો નાગરિક બેંક શુ ચીજ છે?
રાજકોટ નાગરિક બેંકના ડિરેકટરોની ચૂંટણીમાં આજે સંસ્કાર પેનલના સાત જેટલા ઉમેદવારો સામે સહકાર પેનલ દ્વારા સંઘ રજૂ કરાતા કલેકટર કચેરીમાં સામ સામી આક્ષેપબાજી સાથે મેણા ટોણા મારવામાં આવ્યા હતા. અને મર્દ-નામર્દ જેવા શબ્દોનો પણ ઉપયોગ થતા ભારે ચર્ચા જાગી છે.
રાજકોટ નાગરિક બેંકમાં ડિરેક્ટરોને ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે બંને પેનલલોએ ફોર્મ ભર્યા બાદ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફોર્મની ચકાસણી થયા બાદ સહકાર પેનલ અને સંસ્કાર પેનલના આજે આગેવાનો પણ ફોર્મ ચકાસણીમાં હાજરી આપી હતી અને સામસામે વાંધા અરજીઓ પણ રજુ કરવામાં આવી હતી.
બંને પેનલના આગેવાનો ફોર્મ ચકાસણી બાદ બહાર નીકળ્યા બાદ સામ સામે ટોણા બાજી પણ થઈ હતી. એક સમયે સંઘમાં જવા માટે પણ ચૂંટણી થઈ હતી તો આ તો નાગરિક બેંક શું છે? નાગપુર જવા માટે કોને ચૂંટણી કરાવે તે તમને ખબર છે? સહિતની આકરી ટીકાઓ પણ કરવામાં આવી હતી. મર્દ -નામર્દના ટોણા પણ ઉમેદવારોએ માર્યા હતા અને જણાવ્યું હતું કે અમારી પેનલમાં આવી જાવ, આવી પેનલમાં કંઈ કામ નથી તેવી પણ સામસામે ટોણા બાજી થઈ હતી
ગુજરાત
માનેલા ભાઇએ આઠ વર્ષના ભાણેજને ઘરમાં બોલાવી આચર્યુ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
45 વર્ષના વિકૃત શખ્સની ધરપકડ,ત્રણ દિવસમાં બીજી ઘટનાથી ચકચાર
શહેરમાં શેરીમાં રમતા નાના બાળકો પણ હવે અસલામત છે.નાના બાળકોને મોટા ભાગે પાડોશીઓ કે સોસાયટીના વિકૃત વ્યક્તિનો ભોગ બનતા હોવાની અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે.તેમજ બે દિવસ પહેલા માનેલા ભાઈએ મહિલાના ઘરે પહોંચી સગીર ભાણેજ પર બબ્બે વાર દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની ઘટના તાજી છે ત્યાં વધુ એક ઘટના સામે આવતા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.શહેરના યુનીવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા પરિવારના બાળક સાથે 45 વર્ષના વિકૃત પાડોશી શખ્સે શારીરિક અડપલા કરતા યુનીવર્સીટી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,શહેરના યુનીવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા પરિવારે તેના પડોશમાં જ રહેતા 45 વર્ષના રાકેશ પ્રભુદાસ ગંગદેવ સામે યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેનો માસુમ પૂત્ર ઘર પાસે રમતો હતો ત્યારે પાડોશી ભાભાની નજર બાળક ઉપર પડી હતી અને જાણે મગજમાં હવસનો કીડો સળવળ્યો હોય તેમ બાળકને કોઇપણ પ્રકારની લાલચ આપી ઘરમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.આ ઘટનાથી બાળક ગભરાઈ જતા તે રડતા રડતા ઘરની બહાર નીકળી ગયું હતું અને આ અંગે પરિવારજનોએ તેમની ભાષામાં વાત કરતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળનો ગુનો નોંધી આરોપી રાકેશ પ્રભુદાન ગંગદેવ(ઉ.45)ને પકડી લઇ કાર્યવાહી શરૂૂ કરાઇ છે.રાકેશ અપરિણીત અને એકલવાયું જીવન જીવે છે. અહીં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ભોગ બનનાાર સગીર બાળકના માતાએ પાડોશી રાકેશને ધર્મનો ભાઈ બનાવ્યો હતો.
બળાત્કાર, છેડતીના બનાવોને રોકવા અને નાના બાળકો આ ગુન્હાઓથી બચી શકે તેવા હેતુંથી રાજકોટ શહેર પોલીસની શી ટિમ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે.જેમાં ટીમ દ્વારા શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણીક સંસ્થાઓમાં જઈ પોસ્કો એકટ અંગેની માહિતી આપવામાં આવે છે.જેથી કરી વિદ્યાર્થીઓ ગુન્હાઓ અંગે જાગૃત જઈ શકે અને ભવિષ્યમાં ગુન્હાઓ ઓછા થઈ શકે.
-
ગુજરાત1 day ago
જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ
-
રાષ્ટ્રીય1 day ago
શેરબજાર ધબાય નમઃ, ફરી રોકાણકારોના પૈસાનો ધુમાડો, સેન્સેક્સ 300 અંક તૂટયો
-
ગુજરાત1 day ago
જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ
-
ગુજરાત1 day ago
મુખ્ય માર્ગો પરથી વધુ 371 રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત
-
ગુજરાત1 day ago
ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
-
ક્રાઇમ1 day ago
તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી
-
ગુજરાત1 day ago
મોરબી સબ જેલમાંથી 40 ફાકી પકડાઇ, જેલરની રાજકોટ જેલમાં બદલી
-
રાષ્ટ્રીય1 day ago
ઓવરલોડ હોડીએ લીધી જળ સમાધી, 8 લોકો હતાં સવાર, 2ના મોત, જુઓ ઘટનાનો LIVE વીડિયો