ગુજરાત
ગુજરાતના રાજ્યપાલની મુદત પૂરી, ભાજપના નેતાને મળશે ચાન્સ?
એક-બે સિનિયર નેતાઓને તક, યુ.પી.ના રાજયપાલ આનંદીબેનની મુદત પણ પૂરી થશે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરિણામે ગુજરાતના નવા રાજ્યપાલ કોની નિયુક્તિ થશે? એ મુદ્દે અટકળો વહેતી થઈ છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત થઈ શકે છે.
આચાર્ય દેવવ્રત તારીખ 19મી જુલાઈ, 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ પદે આરૂૂઢ થયા હતાં. ઉલ્લેખનીય છેકે, ગત સપ્તાહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિલ્હીની મુલાકાત લીધી હતી. જયાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતાં. કેટલાંક રાજ્યોના રાજ્યપાલના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પણ તારીખ 22મી જુલાઈએ સમય અવધિ પૂર્ણ થઈ રહી છે. તે જોતાં તેમની વિદાય નક્કી છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં વિવિધ રાજ્યોના રાજ્યપાલોના નામોની સંભવત જાહેરાત થઈ શકે છે. જેમાં ગુજરાતના રાજ્યપાલનું નામનું ય એલાન થઈ શકે છે.
ઉત્તરપ્રદેશમાં હાલ રાજ્કીય કમઠાણ જામ્યુ છે. ત્યારે રાજ્યપાલપદે આનંદીબેન પટેલનો ય કાર્યકાળ આ જ મહિનામાં પૂર્ણ થઇ રહ્યો છે. આ જોતાં સૌની નજર હવે રાષ્ટ્રપતિ ભવન પર મંડાઈ છે. એવી ય ચર્ચા છેકે, ગુજરાતમાં ભાજપના એકાદ બે સિનિયર નેતાઓને રાજ્યપાલપદ મળી શકે છે.
ગત વખતે રાજ્યપાલ તરીકે ભાજપના ઘણાં સિનિયર નેતાઓના નામોની ચર્ચા હતી. પણ અચાનક જ આનંદીબેન પટેલ અને મંગુભાઈ પટેલને રાજ્યપાલપદ અપાયુ હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનો કાર્યકાળ હજુ પૂર્ણ થયો નથી. દરમિયાન ભાજ ગુજરાતના કયા સિનિયર નેતાને રાજ્યપાલ બનાવશે તે અંગે અટકળો દોર શરૂૂ થયો છે. આમ, ગુજરાતમાં નવા રાજ્યપાલપદે કોની નિયુક્તિ થશે તે અંગે અત્યારથી ઉત્સુકતા જાગી છે.
જુલાઇ માસના અંતિમ સપ્તાહમાં અથવા તો ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.મંત્રીમંડળના મોટા ફેરફારના એંધાણ છે. કેટલાંક મંત્રીઓને પડતા મૂકવાનું લગભગ નક્કી છે જયારે કેટલાંક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. પરર્ફમન્સ નબળુ હોવાથી કેટલાંક મંત્રીઓને ઘરભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવ્યુ છે. આ બધીય પરિસ્થિતી વચ્ચે તારીખ 22મી જુલાઇએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદાય લઈ રહ્યા છે.
નવા રાજ્યપાલનું નામ એકાદ બે દિવસમાં જાહેર થઈ શકે છે તે જોતાં જ મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો નવા રાજ્યપાલ મંત્રીઓને શપથ લેવડાવશે. હાલ આચાર્ય દેવવ્રતજીના સ્થાને કોની ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થાય છે તે અંગે રાજભવનમાં ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત
દિવાળી સપ્તાહ એસટીને ફળ્યું: 14.55 કરોડની આવક
રાજકોટ ડિવિઝનને 36 લાખની આવક: એડવાન્સ બુકિંગથી રેકોર્ડબ્રેક આવક: તા.29થી4 સુધીમાં 6.44 લાખ મુસાફરોએ યાત્રા કરી
દિવાળીના તહેવારમાં મુસાયરોએ એસટીની સેવાનો સૌથી વધારે લાભ લીભો હતો. તહેવારના દિવસોમાં એક જ અઠવાડીયામાં એસટી નિગમને રૂા.14.55 કરોડની આવક થઇ હતી. જેમા સૌથી વધારે દિવાળી અને ભાઇબીજના દિવસે થઇ હતી. સપ્તાહમાં 6.44 લાખ ટિકિટનું વેંચાણ કરવામા આવ્યુ હતુ.
આ અંગે રાજકોટ ડિવિઝનના નિયામક કલોતરાએ કહ્યુ હતુ કે, િેદવાળી તહેવારને લઇને મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝન દ્વારા 100 બસોનું એકસ્ટ્રા સંચાલન કરી 454 જેટલી ટ્રીપ દોડાવવામાં આવી હતી.
જેમાં રાજકોટ ડિવિઝનને રૂા.36 લાખની આવક થઇ હતી. જયારે 21,000 થી વધુ મુસાફરોએ એસટીની સેવાનો લાભ લીધો હતો. આ સંચાલન ડિવિઝન દ્વારા તા.27થી 31 ઓકટોબર અને તા.4 નવેમ્બર સુધી કરવામા આવ્યુ હતુ.
વધુમાં જણાવ્યુ હતુ કે, રાજકોટ વિભાગ દ્વારા સૌથી વધારે અમદાવાદ, પંચમહાલ, દાહોદ, જામનગર, જૂનાગઢ રૂટ પર દોડાવવામાં આવી હતી. અને તે રૂટ ઉપર જ સૌથી વધારે મુસાફરો જોવા મળ્યા હતા. ઉપરાંત રાજકોટ ડેપોની વોલ્વો બસ આવકમાં બીજા સ્થાને રહી હતી. જેમાં રવિવારે ભાઇબીજના દિવસે રાજકોટ પ્રિમિયમ વોલ્વો ડેપો 60.03 ઇનકમ પર કિલોમીટર સાથે બીજા કમે રહ્યો હતો. વોલ્વોમાં ભાઇબીજના એક જ દિવસે 2569 મુસાફરોએ લાભ લેતા 8.83 લાખની આવક થઇ હતી.
એસટી નિગમમાં સાત દિવસમાં ઈ-બુકિંગ અને મોબાઇલ બુકિંગથી 6.44 લાખ ટિકિટનું વેચાણ થયું હતું. જેમાં ચોથી નવેમ્બરના સૌથી વધુ 1.27 લાખ ટિકિટના વેચાણ સાથે રૂૂપિયા 2.84 કરોડ રૂૂપિયાની આવક થઈ હતી. જે એક જ દિવસમાં થયેલી રેકોર્ડ આવક છે. આ ઉપરાંત ત્રીજી નવેમ્બરના ભાઈ બીજ હતી, ત્યારે નિગમે રૂૂપિયા 2.49 કરોડની આવક થઈ હતી.
દિવાળીના તહેવારો દરમિયાન તબક્કાવાર એસટીની આવકમાં વધારો થવા લાગ્યો હતો. જેમાં 29મી ઓક્ટોબરના 77,148, 30મી ઓક્ટોબરે 74, 989, 31મી ઓક્ટોબરે 73,497 ટિકિટ વેચાણનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, નિગમ દ્વારા મુસાફરોને 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ સુવિધા આપવામાં આવી રહી છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો સાત દિવસમાં 44,262 ટિકિટના વેચાણથી રૂૂપિયા 96.43 લાખની આવક થઈ છે.
ગુજરાત
લલુડી વોકળી અને સહકાર રોડ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો, 12 જુગારીઓ ઝડપાયા
શહેરની ભક્તિનગર પોલીસે લલુડી વોકળી રામાપીર ચોક પાસે અને સહકાર મેઇન રોડ વિનાયક એવન્યુના ચોથા માળે જુગારના દરોડા પાડી 12 શખ્સોને ઝડપી કુલ 32 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
મળતી વિગતો અનુસાર, લલુડી વોકળી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભક્તિનગર પોલીસનાં દિલીપભાઇ બોરીચા અને મનીષભાઇ ચાવડાએ દરોડો પાડી જુગાર રમતા જલીલ મુનીજ શેખ, શફીક સરીફ શેખ, રફીક બાબુ શેખ, ગુડુ યુસુફ શેખ, જાહીદ મોહમદ અજીજ સૈયદ અને રાજુ અલીરજા શેખને ઝડપી 10620નો મુદામાલ જપ્ત કર્યો હતો.
બીજા બનાવમાં સહકાર મેઇન રોડ શ્રીનગર સોસાયટી વિનાયક એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સુરેશ વિઠલ મદાણી, પિયુષ જેન્તી મહેતા, જયેશ નટુ બગડાઇ, મહેશ વજુ દોશી, અલ્તાફ રહીમ પાધરસી અને સદરૂદીન કાસમ કારાણીને ઝડપી તેમની પાસેથી 22530નો મુદામાલ જપ્ત કર્યો હતો.
ગુજરાત
ભાઇબીજના દિવસે 30858 મહિલાઓએ બી.આર.ટી.એસ.-સિટી બસ સેવાનો લીધો લાભ
મનપાએ બહેનો- મહિલાઓને મફત મુસાફરી કરાવી આપી અનોખી ભેટ
ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરતસિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉલ્લાસભેર ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં ભાઈબીજનો તહેવાર આવે છે.
ભાઈબીજ એટલે ભાઇ-બહેનના પ્રેમના પ્રતિકરૂૂપ તહેવાર છે. ભાઈબીજ કારતક માસના બીજના દિવસે આવે છે. તા.03/11/2024ના રોજ ભાઈબીજ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત બી.આર.ટી.એસ. બસ સેવા અને સિટી બસ સેવામાં કુલ 30858 બહેનો/મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી, તેમ રાજકોટ મનપાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
રાજકોટ મહાનગર પાલિકાહસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકાદ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.03/11/2024, રવિવારના રોજ ભાઈ બીજના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને ઇઝછજ બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપેલ, જેમાં સિટી બસ સેવામાં કુલ-21552 અને બી.આર.ટી.એસ. બસ સેવામાં કુલ-9306 બહેનો/મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી.
-
આંતરરાષ્ટ્રીય2 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
રાષ્ટ્રીય2 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય3 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત6 hours ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી વધારો પાછો ખેંચવા માટે NSUI તરફથી આવેદન
-
રાષ્ટ્રીય7 hours ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય6 hours ago
‘ટ્રુડો ભારતમાંથી ભાગી ગયેલા કટ્ટરપંથીઓ અને ગુનેગારોને કેનેડામાં આપે છે આશ્રય’, ભૂતપૂર્વ કેનેડિયન અધિકારીએ ખોલી પોલ
-
ક્રાઇમ4 hours ago
રાજકોટની સગીરા પર વળગાડ કાઢવાના બહાને ભુવાજીનું દુષ્કર્મ
-
ગુજરાત8 hours ago
ગુજરાતના આણંદમાં બુલેટ ટ્રેનનો બ્રિજ ધરાશાયી, 3 મજૂરોના મોત