ખંભાળિયાના મોવાણ ગામેથી રૂ. 4.65 લાખના સોનાના દાગીનાની ચોરી

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ગઈકાલે રવિવારે એક મંદિર નજીક જુદા જુદા મહિલાઓના રૂૂ. 4.65 લાખ જેટલી કિંમતના આશરે 8 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થયાનો…

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ગઈકાલે રવિવારે એક મંદિર નજીક જુદા જુદા મહિલાઓના રૂૂ. 4.65 લાખ જેટલી કિંમતના આશરે 8 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર મોવાણ ગામના પાટીયા પાસે આવેલા વિઠ્ઠલેશ્વર મહાદેવના મંદિર ખાતે ગઈકાલે રવિવારે સવારના સમયે કેટલાક મહિલાઓએ પહેરેલા તેમના જુદા જુદા સોનાના દાગીના કોઈ ગઠિયો સેરવીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે. જેમાં હિમીબેન નાથાભાઈ દેથરીયાએ પહેરેલી રૂૂપિયા 1.80 લાખની કિંમતની સોનાની કંઠી અન્ય એક મહિલા ભાવનાબેનનો રૂૂપિયા 1.05 લાખની કિંમતનો પોણા બે તોલાનો સોનાનો ચેન, રાધાબેનની રૂૂ. 75 હજારની કિંમતની 1.25 તોલાની સોનાની માળા, પુરીબેને પહેરેલી રૂૂપિયા 75 હજારની કિંમતની સોનાની માળા તેમજ પાર્વતીબેનનો આશરે રૂૂ. 30 હજારની કિંમતનો સોનાનો ચેન કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે કુલ રૂૂપિયા 4,65,000 ની કિંમતના આશરે પોણા આઠ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થવા સબબ હંસ્થળ ગામના પાલાભાઈ નાથાભાઈ દેથરીયા (ઉ.વ. 48) દ્વારા અજાણ્યા શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *