ગોંડલની શિક્ષિકાને ફોન કરી પૂર્વ પ્રેમીની પજવણી, બદનામ કરવા પ્રયાસ

મહિલાની ફરિયાદ પરથી રાજસ્થાનના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો   મૂળ રાજસ્થાનના જયપુરના વતની અને હાલ ગોંડલમાં રહી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય…

મહિલાની ફરિયાદ પરથી રાજસ્થાનના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો

 

મૂળ રાજસ્થાનના જયપુરના વતની અને હાલ ગોંડલમાં રહી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય પરિણીતાએ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજસ્થાનના જયપુરના વતની દીપેશ રમાકાંત ડ્રોલિયાનુ નામ આપતાં જણાવ્યું હતું કે,તેના લગ્ન આશરે 23 વર્ષ 5હેલા થયેલા હતા. આ લગ્ન જીવનથી અમારે સંતાનમાં એક 17 વર્ષની દીકરી છે. વધુમાં જણાવ્યું હતું કે, તેના માતા-પિતા રાજસ્થાન જયપુર ખાતે રહેતા હોય ત્યારે તે ભાઈના મિત્ર દિપેશભાઈ રમાકાંતભાઈ ડ્રોલીયા (રહે.માનસરોવર, જયપુર)ના સંપર્કમા આવેલ હતી.

તેને અમારા ઘરે આવવા-જવાના સંબંધ હતા. દિપેશ પિતાના ઘરની બાજુમા રહેતો હોય જેથી મારે તેની સાથે લગ્ન પહેલા ફ્રેન્ડશીપના સંબંધ હતા. જેથી અમે બંન્ને ફોનમાં વાતચીત કરતા હતા. બાદ લગ્ન ગોંડલ ખાતે થતા ફરિયાદીએ તેની સાથે તમામ પ્રકારના સંબંધ પુરા કરી નાંખ્યા હતા. હાલ તેની સાથે કોઇ પણ પ્રકારના સંબંધ નથી. તેમ છતા તા. 31/10/2025 થી મોબાઈલ નંબર પર દીપેશ ફોન કરી મને વારંવાર તેની સાથે વાતો કરવા દબાણ કરતો હતો. તેની સાથે વાતો ન કરે તો મને ખરાબ શબ્દો કહેતો હતો અને ગોંડલ આવી તારો પીછો કરીશ તેવું ફોનમા જણાવતો હતો.

દિપેશ પાસે ફરિયાદીના બધા સગા વ્હાલા તથા પરીવારના સભ્યોના સંપર્ક નંબર હોવાના કારણે તે અવાર નવાર ફરિયાદી તથા તેના પતિને ફોન કરતો હતો. તેણે ફરિયાદીના પતિને ફોન કરતા તમે કોણ બોલો છો તેમ પુછતા પોતે દિપેશ બોલે છે તેમ જણાવી ફરિયાદીના પતિને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. તેણે હું ગોંડલ આવુ છું, તને મારવો છે તેમ ધમકી આપેલ હતી. અંતે કંટાળીને શિક્ષિકાએ ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *