ખારચિયા ગામે રસ્તામાંથી ઘેટા સાઈડમાં લેવા મામલે ત્રણ ભાઈઓ પર ધોકાથી હુમલો

આજીડેમ પાસેના ખારચિયા ગામે રહેતા લલીતભાઇ રમેશભાઇ પરમાર(ઉ.વ.25)ના ભાઈ જયરાજ વાડીએ જતો હતો ત્યારે તેમણે ઘેટાં સાઈડમાં લેવાનું કહી માથાકૂટ કરી રેવા ભરવાડ,રવિ ભરવાડ,કાળા વિહા…

આજીડેમ પાસેના ખારચિયા ગામે રહેતા લલીતભાઇ રમેશભાઇ પરમાર(ઉ.વ.25)ના ભાઈ જયરાજ વાડીએ જતો હતો ત્યારે તેમણે ઘેટાં સાઈડમાં લેવાનું કહી માથાકૂટ કરી રેવા ભરવાડ,રવિ ભરવાડ,કાળા વિહા મૂધવા અને ભુપત સવા મૂધવાએ બંને જયરાજ પર હૂમલો કર્યો હતો એ સમયે તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના ભાઈ લલિતને પણ મારમાર્યો હતો.આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધયો હતો.

ગઈકાલ તા.17/10ના સાંજના હુ અમારા ઘરે હતો ત્યારે મારા બનેવી સુનીલભાઇ મકવાણાનો મને ફોન આવેલ કે, તારો ભાઇ જયરાજ વાડીએ જતો હતો ત્યારે મકનપર રોડ પર નદીના પુલની બાજુમાં પહોંચતા રોડ પર ઘેટા જતા હતા જેથી તારા ભાઇ જયરાજે રેવાભાઈ ભરવાડને કહેલ કે ઘેટા સાઇડમાં લો જેથી રેવાભાઈ તારા ભાઈને ગાળો આપવા લાગેલ અને કહેલ કે રોડ તારા બાપનો નથી તેમ કહેતા મારા ભાઇએ ગાળો આપવાની ના પાડતા રેવા ભાઇએ તેને ફડાકો મારી લીધેલ છે તેમ વાત કરતા હુ તરત જ અમારુ એક્ટીવા લઇ અને મકનપર રોડ નદીના પુલ પાસે ગયેલ તે વખતે ત્યા લોકોના ટોળા હતા અને હુ ત્યા જતાની સાથે જ ભુપતભાઇ સવાભાઇ મુંધવાએ મને જમણા હાથ પર લાકડાનો ધોકો મારેલ અને રવિભાઇ ટોળીયાએ મને પકડી રાખેલ અને મને ફડાકા મારવા લાગેલ હતા.

ત્યારબાદ બાજુમાં ઉભેલ કાળાભાઇ વિહાભાઇ મુંધવાએ તેમની પાસે રહેલ પાઇપ મને જમણા પગમાં મારી લીધેલ અને રેવાભાઇ ભરવાડે મને કોઇતો જમણા હાથમાં મારી લીધેલ અને ત્યારબાદ ભાઈ વિશાલ પણ ત્યા આવી ગયેલ અને મારો ભાઇ મને છોડાવતો હતો ત્યારે રેવાભાઈ ભરવાડે મારા ભાઈ વિશાલને પણ લાકડાનો ધોકો મારી લીધેલ અને ત્યા લોકો ભેગા થવા લાગેલ અને વચ્ચે પડતા આ રવિ તથા ભુપતભાઇ તથા કાળાભાઇ તથા રેવાભાઇ ત્યાથી જતા રહેલ અને જતા જતા ભુપતભાઇ મુંધવા મને કહેતા ગયેલ કે જો હવે હાથમાં આવ્યા તો તમને જીવતા નહી રહેવા દઉ.આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *