રૈયા રોડ સેરનિટી બિલ્ડિંગ, રિદ્ધિ-સિધ્ધી સોસાયટી, સેટેલાઇટ ચોક અને રસુલપરામાં પોલીસની રેડ
રાજકોટ શહેરમા રૈયા રોડ પર સીટી સેરનીટી બિલ્ડીંગ, રીધ્ધી – સિધ્ધી સોસાયટી, સેટેલાઇટ ચોક અને કોઠારી સોલવન્ટની સામે આવેલા રસુલપરામા પોલીસે દરોડા પાડી 12 મહીલાઓ સહીત 26 જુગારીઓને ઝડપી લઇ 93 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસમાથી મળતી વિગતો મુજબ યુનિ. પોલીસ મથકના પીઆઇ પટેલની રાહબરીમા પીએસઆઇ ડી. બી. કારેથા, વિજેન્દ્રસિંહ ઝાલા અને સ્ટાફે રૈયા રોડ પર આવેલા સિટી સેરેનીટી બિલ્ડીંગના સી વિંગ, 30ર નંબરના ફલેટમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી હેતલબેન રાજેન્દ્રભાઇ ડાભી, નિતાબેન પંકજભાઇ જોટાંગીયા, અક્ષતાબેન મુકેશભાઇ પટેલ, ભારતીબેન સંજયભાઇ રાઠોડ, મંજુબેન ભાનુભાઇ ગુજરાતી અને અલ્કાબેન દિલીપભાઇ સોમૈયાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂ. 60 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.
જયારે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલા રીધ્ધી સીધ્ધી સોસાયટી મા જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એસ. મહેશ્ર્વરી અને સંજયભાઇ અલગોતર સહીતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સંદીપ પંડયા, વિનોદ સાંબલીયા, મહેન્દ્ર પટેલ, હરેશ પરાલીયા, સલીમ કારીયાણી, હિતેશ ઉર્ફે લાલો લાવડીયા, રફીક કાદરી અને કિરીટ નાંઢાને પકડી લઇ તેમની પાસેથી 14330 રૂપિયા જપ્ત કર્યા હતા. તેમજ બી ડીવીઝન પોલીસે પેડક રોડ પર સેટેલાઇટ ચોક મનપાના પાર્કીંગ પાસેથી વર્લી ફીચરનો જુગાર રમતા દિનેશ વાઘજીભાઇ કાપડીયાને ઝડપી લઇ 3પ30ની રોકડ જપ્ત કરી હતી.
રાજકોટ તાલુકા પોલીસ મથકના એએસઆઇ ડી. સી. જોશી અને સ્ટાફે રસુલપરા શેરી નં ર9 મા રહેતા શહેનાઝબેન દોઢીયાના મકાનમા દરોડો પાડી જુગાર રમતા શેહનાઝબેન દોઢીયા, અમીનાબેન શમા, મુમતાઝબેન હોથી, શબાના કયડા, હકુબેન બુકેરા, રીઝવાનાબેન નકાણી, રૂબીનાબેન સપા, અફસાનાબેન નકાણી, ઇમત્યાઝ ભાઇ સપા, આશિફભાઇ સૈયદ અને રાજનભાઇ દલને ઝડપી 1પ800 નો મુદામાલ જપ્ત કર્યો હતો.