માલવિયાનગર પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો, સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલાયો
દેવપરામાં વૃંદાવન સોસાયટી શેરી નં.01 માં રહેતાં પ્રીતેષભાઈ ભગવાનજીભાઈ કોટકના મકાનમાંથી તેમની પત્નીનું પાકિટ જોવામાં આવેલ નહિ જેથી તપાસ કરતાં પાકિટ મળેલ નહીં જેમાં રોકડ રૂૂ.6 હજાર, સોનાની બુટી, દિકરીની ચાંદીની કડલી, ચાંદીના સાંકળા અને એક મોબાઈલ ફોન હતો. જે મળી કુલ રૂૂ.54 હજારનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરીને નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એસ.એ.સિન્ધી અને સ્ટાફે સી.સી.ટી.વી. કેમેરા મારફતે ચોરીના બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, કોન્સ્ટેબલ મનીષ સોઢીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી અમરનગર બગીચા પાસેથી બીમલસિંહ દિનેશભાઇ રાઠોડ (ઉ.વ.39),(રહે.ચંદ્રેશનગર શેરી નં – 9, ખોડીયાર કૃપા મકાન સામે, મવડી રોડ) ને પકડી તેની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને સોના-ચાંદીના દાગીના સહિતનો તમામ મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.
