પ્લોટ વેલિડેશન, સિંગલ વિન્ડો સહિતના 10 પ્રશ્ર્નોના નિરાકરણ માટે મ્યુનિ.કમિશનરને રજૂઆત
રિયલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ના નવનિયુક્ત કમીશનર તુષાર ડી. સુમેરા ને બુકે આપી સ્વાગત અભિનંદન શુભેચ્છાઓ પાઠવી બિલ્ડર લોબીને પડતી દરસથી વધુ મુશ્કેલીઓના નિરાકરણ અંગે રજૂઆત કરી હતી. અને તેઓએ કમિશનરને જણાવેલ કે અમો રિઅલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશન (છછઉઅ)ના તમામ રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના પરવાનેદાર સભ્યો છીએ, અમો વર્ષોથી બિલ્ડીંગ પ્લાન મંજુરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા છીએ હાલની સાંપ્રત સમયની લગત ટાઉન પ્લાનિંગ વિભાગમાં વિવિધ મુશ્કેલીઓ પડી રહી છે જે બાબતે આપને હકારાત્મક ઉકેલ કાઢવા વિનંતી કરીએ છીએ.
રાજકોટ જીલ્લામાં નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણ બાદ ઘણા માસથી સી.સી.ઝેડ.એમ. મેપ ડીકલેર થઇ ગયેલ હોવા છતાં આર.એલ. (રોડ લેવલ) સર્ટીફીકેટ બંને ઓથોરીટીસમાં બિનજરૂૂરી માંગવામાં આવે છે, રાજકોટ શહેર તથા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી હેઠળ આવતા વિસ્તારોમાં એવરેજ હાઈટ 110 મીટર મળે છે, જે અન્વયે આ પ્રકારના સર્ટીફીકેટ ફરજિયાત માંગવા એ બિનજરૂૂરી જણાતું હોય તેવું લાગે છે.ક્ધસ્ટ્રકશન એન્ડ ડીમોલીશન (સી. એન્ડ ડી.) વેસ્ટ રૂૂલ્સ 2016 હેઠળની પ્રક્રિયામાં ખુબ વિલંબ થતો હોય તેમજ અનેકવિધ અગવડતા અને મુશ્કેલીઓ પડતી હોય જે નિવારવા ઉકેલ લાવવા અમો વિનંતી કરીએ છીએ.પ્લોટ વેલિડેશન પ્રક્રિયાનો કોઈ જ પ્રકારનો મહાવરો કોઈ ઓથોરીટી પાસે છે જ નહી તેમજ આ પ્રક્રિયા અન્વયે સમયમાં ખાસ્સો વિલંબ થઇ રહ્યો છે જે અંગે આ પ્રક્રિયા રદ કરવા અથવા વૈકલ્પિક સિંગલ વિન્ડો સીસ્ટમ શરુ કરવા અમો માંગ કરીએ છીએ.
રાજકોટ મહાનગરપાલિકા અને રૂૂડામાં વિવિધ એન.ઓ.સી. લેવા અગવડતા પડતી હોય અને ખુબ જ વિલંબ થયો હોય તેવી પ્રક્રિયા જેવી કે ફાયર એન.ઓ.સી., રેલ્વે એન.ઓ.સી., બિનખેતી હેતુફેર તથા વિવિધ એન.ઓ.સી., મેળવવાની પ્રક્રિયા અતિ જટિલ હોય સામાન્ય અરજદારને સમયમર્યાદામાં એન.ઓ.સી. મળતી ન હોય તેથી રાજકોટ મહાનગરપાલિકા અને રૂૂડા દ્વારા જ આ એન.ઓ.સી.ની પ્રક્રિયા કરવામાં આવે તેવી પ્રખર માંગ કરીએ છીએ.ઈમ્પેક્ટ હેઠળ રજુ થયેલ પ્લાનમાં ફાયર એન.ઓ.સી.ની જરૂૂરિયાત રહેતી હોઈ જેમાં ફાયર વિભાગ પહેલા ઈમ્પેક્ટ હેઠળનો પ્લાન મંજુર થયેલો માંગતા હોય અને ટી.પી. શાખા ફાયર એન.ઓ.સી. માંગતા હોય ત્યારે આ બંને વિભાગમાં વહીવટી સંકલન કરવું અત્યંત જરૂૂરી છે જેથી ઈમ્પેક્ટ હેઠળના કેસ ઇનવર્ડ થાય તથા સરકારની તિજોરીમાં માતબર આવક થાય આ બાબતે સત્વરે ઉકેલ લાવવા અમો માંગ કરીએ છીએ.
રિયલ એસ્ટેટના પ્રશ્ર્નો
સી. એન્ડ ડી. વેસ્ટ
પ્લોટ વેલિડેશન
રેલ્વે એનઓસી
ફાયર વિભાગનું એનઓસી
હાઈવે ઓથોરીટીનું એનઓસી
બિનખેતી હેતુફેર
ડ્રેનેજ વિભગ
નળ કપાત વોટર વર્કસ વિભાગ
વેરાબિલમાં સુધારા
રૂૂડા ડેવલોપમેન્ટ ચાર્જ
સિંગલ વિન્ડો બારી સિસ્ટમ
