પૂર્વ ટીપીઓ સાગઠિયાની 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાશે

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અને ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. મહાનગરપાલિકાના પૂર્વ લાંચિયા…

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અને ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. મહાનગરપાલિકાના પૂર્વ લાંચિયા ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવા ગૃહ વિભાગે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. ભ્રષ્ટ્રાચારથી મનસુખ સાગઠિયાએ તેના અને પરિવારજનોના નામે વસાવેલી 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવાની ટુક સંયમમાં જ કાર્યવાહી કરાશે. એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કર્યો હતો તપાસ બાદ મનસુખ સાગઠીયા પાસે કાયદેસરની આવક કરતા 628.42 ટકા અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવા રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કડક કાર્યવાહી દોર યથાવત છે. 6 મ્યુનિસપિલ કમિશનર બદલાયા છતાં સાગઠીયાનું એકહથ્થુ શાસન જોવા મળ્યું હતું. 2014 થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે સાગઠીયાની નિમણુક થઇ હતી. 10 વર્ષથી ટાઉન પ્લાનર તરીકે સાગઠીયાનું એકહથ્થુ શાસન રહ્યું. વર્ષ 1995માં મદદનીશ ઇજનેર તરીકે જોડાયા હતાં. દાયકાઓથી ટાઉન પ્લાનિંગ શાખામાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું અને ખેત મજૂરનો દીકરો કરોડો રૂૂપિયાનો આસામી બન્યા હતા. આવક કરતા 628.42 ટકા વધુ મિલકત વસાવી રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂૂપયોગ કરી ગેરકાયદેસર રીતે આવક કરતા વધુ નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું.

એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાની કાયદેસરની કુલ આવક રૂૂપિયા 3,86,85,647ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂૂપિયા 28,17,93,981નું સ્થાવર/જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કરી હોવાનું સામે આવ્યું હતું. સાગઠિયાએ પોતાની આવક કરતા 628.42 ટકા વધુ એટલે કે કુલ રૂૂપિયા 24,31,08,334નું અપ્રમાણસર સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ/ખર્ચ પોતાની ફરજ દરમિયાન રોકાણ કરી હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટ એસીબી દ્વારા સાગઠિયાએ પોતાનાં તથા પોતાનાં પરિવારજનોનાં નામે વસાવેલી મિલકતો રૂૂપિયા 23,15,48,256ની મિલકત ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જે દરખાસ્ત અંગે રાજય સરકારના ગૃહ વિભાગ તરફથી મંજુરી આપવામાં આવતા હવે આ મિલકતો તાત્કાલિક ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *