થાનગઢમાં આવેલા મફતિયાપરામાં રહેતો યુવાન તરણેતર ગામે હતો ત્યારે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાનગઢમાં આવેલા મફતિયાપરામાં રહેતો જગદીશ ભોપાભાઈ સીતાપરા ઉ.વ.27 તરણેતર ગામે વાડી વિસ્તારમાં હતો ત્યારે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજા બનાવમાં લોધીકાના ખીરસરા ગામે રહેતા ગંગાબેન લાલજીભાઈ ચાવડા નામના 70 વર્ષના વૃદ્ધાએ માનસીક બીમારીથી કંટાળી બે દિવસ પૂર્વે જવનશીલ પ્રવાહી પી લીધું હતું. વૃદ્ધા નીતબીયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
