દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઈમેઇલ

આજે દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી દિલ્હી પોલસના ઇમેઇલ પર મોકવામાં આવી છે. આ ધમકી ખાલિસ્તાની જૂથના…

આજે દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી દિલ્હી પોલસના ઇમેઇલ પર મોકવામાં આવી છે. આ ધમકી ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવી હોવાના અહેવાલ છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓને સતર્ક થઇ છે. ધમકી મળતાં જ દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન કંઈપણ શંકાસ્પ વસ્તુ મળ્યું નથી, પરંતુ તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ધમકીભર્યા ઇમેઇલની તપાસ કરવામાં આવી રહી છે અને તે ક્યાં અને કોણે મોકલ્યો છે તે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા સાયબર સેલ પણ તપાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

આ ઉપરાંત દિલ્હીની અનેક સ્કૂલોને પણ બોમ્બની ધમકી મળી છે. સોમવારે સવારે દિલ્હી કેન્ટોનમેન્ટમાં આર્મી પબ્લિક સ્કૂલને બોમ્બની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો, જેના પગલે સાવચેતી રૂપે શાળા ખાલી કરાવવામાં આવી હતી અને પરિસરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ બાદમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે 8:50 વાગ્યે ધમકીની જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર વિભાગ, બોમ્બ ડિટેક્શન ટીમ (BDT), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

આ સિવાય આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય દિલીપ પાંડેને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેમના અંગત ઇમેઇલ પર તેમને ધમકી આપતો સંદેશ મોકલવામાં આવ્યો હતો. પાંડેએ દિલ્હી પોલીસને જાણ કરી છે. તેમણે X પર પોસ્ટ કર્યું હતું કે, “આજે મને મારા અંગત ઇમેઇલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ મામલો જાહેર સલામતીનો હોવાથી, મેં તાત્કાલિક આ ઇમેઇલ સમીક્ષા અને જરૂરી કાર્યવાહી માટે દિલ્હી પોલીસના મુખ્ય પોલીસ અધિકારીને મોકલી દીધો છે.”

લોધી કોલોનીમાં એરફોર્સ બાલ ભારતી સ્કૂલને પણ આવી જ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, સવારે 9:36 વાગ્યે માહિતી મળી હતી. તપાસ બાદ, બંને કેસોને ખોટા જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે દિલ્હીમાં શાળાઓ અને અન્ય સરકારી સંસ્થાઓ અને ઐતિહાસિક વારસા સ્થળોને આવી ધમકીઓ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *