જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી

જેતપુર નજીક રોડના કામમાં ડાયવર્ઝન ઉપર કાર ચલાવવા બાબતે રોડ કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી ઉપર કાર ચાલક સહીત પાંચ શખ્સોએ હુમલો કરી રોકડ અને મોબાઈલની…

જેતપુર નજીક રોડના કામમાં ડાયવર્ઝન ઉપર કાર ચલાવવા બાબતે રોડ કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી ઉપર કાર ચાલક સહીત પાંચ શખ્સોએ હુમલો કરી રોકડ અને મોબાઈલની લુંટ ચલાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોર શખ્સોની શોધખોળ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ મૂળ જુનાગઢના વતની અને હાલ હાલ વિરપુર રહેતા શ્રીજી શ્રીજી કૃપા ક્ધટ્રકશનમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા મયુરભાઈ બાબુભાઇ ડોબરીયાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. 11/02/2026 ના રોજ તે બોરડી સમઢીયાળા ગામે શ્રીજી કૃપા કંટ્રકશનુ આર.સી.સી. રોડનુ કામ ચાલતુ હોય ત્યાં નોકરી ઉપર હતો અને તેની સાથે અજયકુમાર બાબુલાલ પટેલ તથા કીશન જીતેન્દ્રભાઇ ગોંડલીયા પણ કામ કરતા હતા ત્યારે બપોરના આશરે ત્રણેક વાગ્યાની આસપાસ એક બ્લેક કલરની ક્રેટા ફોરવ્હીલ જેના રજી જીજે-18-ઈજી-2503 વાળી ચાપરાજપુર તરફથી આવતા અને તેને આગળ જવા બાબતે પુછતા આગળ રસ્તાનુ કામ ચાલુ હોય જેથી આગળ રસ્તો બંધ છે અને આગળ ડાયવર્જન કાઢેલ છે.

અને મે આગળ જવાની ના પાડતા આ ફોરવ્હીલના ચાલક તથા તેમાં સવાર ચાર માણસો નીચે ઉતરીને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલ તેમજ આ રોડ તારા બાપનો છે તેમ કહી ભુંડી ગાળો આપવા લાગેલ અને અમો તેને ડાયવર્ઝનમાં ગાડી લઇ જવા નુ કહેતા આ લોકો જેમફાવે તેમ ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને અને શર્ટના ખીચ્ચામાં હાથ નાખી તેમાં રહેલ એક ડાયરી તથા રૂૂ.2200 લુંટી લીધેલ અને કહેવા લાગેલ કે અમો હમણા જ જેલમાથી છુટીને આવેલ છીએ. અને તને મારી નાખતા વાર નહી લાગે અને તેમાંથી એક વ્યકિતએ કહેલ કે મારૂૂ નામ યુવરાજ બસીયા છે. અને હું જેતપુ2 રહુ છુ.

મારી ફોરવ્હીલ તો અહીંયાથી જ જશે અને જો રોકવાનુ કરીશ તો તને જાનથી મારી નાખીશુ તેમ કહી અમારા ગ્રેડરના ડ્રાઇવર અજયભાઇને કહેવા લાગેલ કે તુ કેને ફોન કરે છે તેમ કહી તેનો ફોન ઝુંટવી તેની સાથે પણ બોલાચાલી ક રવા લાગેલ હતા. અને આ લોકો ત્યાંથી જતા જતા અજયભાઇના ફોનનો ઘા કરી દીધેલ હતો. અને બાદ અમારા ગ્રેડરના ડ્રાઇવર અજયભાઇએ અમારા શેઠ નરેશભાઇ ડોબરીયાને ફોન કરતા થોડીવાર બાદ આ નરેશભાઈ ત્યાં આવી ગયેલ હતા. અને અમોએ નરેશભાઇને આ બનાવની વાત કરેલ હતી. અને ત્યાર બાદ નરેશભાઇ ડોબરીયા સાથે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *