અગાઉ બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
ઉના તાલુકાના ચિખલી ગામ નો માછીમાર ચાર વર્ષ થી માછીમારી કરવા ગયેલ અને વર્ષ 2022 મા સરહદ ભંગ ના ગુન્હા મા પાક સિકયુરિટી એજન્સીએ ના હાથે ઝડપાઇ ગયો હતો ચાર વર્ષ થી જેલ હવાલે હોવાથી ત્યાં બિમાર થતા તેની સારવાર ચાલતી હોવાનો ત્રણ માસ પહેલા પાકિસ્તાન હોસ્પિટલ માંથી વિડીયો તેના પરિવાર જનો સમક્ષ આવતા સોશિયલ મીડિયા માં વાયરલ થયો હતો આ ખલાસી નું પંદર દિવસ પહેલા મોત નિપજ્યું હતું અને સમાચાર માછીમાર પરીવાર મા આવતાં શોકમય ગમગીન વાતાવરણ છવાયું છે.
ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના ચિખલી ગામ ના બાંભણીયા ભગા પરબત નામ ના માછીમાર પોરબંદર ખાતે બોટ નંબર IND GJ11mm21બોટ નામ બુરાખ મા ફીસરમેન તરીકે બંધાયેલ અને બોટ મા ફીસીગ કરવાં જતા તારીખ 18/2/2022 ના બોટ સાથે પાકિસ્તાન સિકયુરિટી ગાર્ડ નેવી એ ખલાસી ટંડેલ સાથે બોટ ને પકડી પાકિસ્તાન લઈ ગયાં બાદ સરહદ ભંગ ગુના હેઠળ કરાંચી ની જેલ મા રહેલ ખલાસી દ્વારા અવાર નવાર લેટર અને વિડિયો મારફતે ત્યાં ની જાણકારી આપી પોતાના કેસ ફાઈનલ થઈ ગયાં હોય અને વર્ષ 2022 પહેલા પકડાયેલા સાગર ખેડુ છુટી ગયા હતા પરંતુ હજુ ધણા ખલાસી જેલ મા સબડતા હોય તેને તાત્કાલિક છોડાવવા વિનંતી કરતો એક વિડીયો શોસિયલ મિડીયા પર વાયરલ થયો હતો આ બાબતે કોંગ્રેસ તાલુકા પ્રમુખ ધીરૂૂભાઇ સોલંકી ના મોબાઈલ મા આવેલ જેમાં બાંભણીયા ભગા પરબત પોતે પાકિસ્તાન ની કોઈ હોસ્પિટલ મા પગે બેડીઓ ના બંધન વચ્ચે સારવાર લેતો હોય અને કોઈ તેનો વિડીયો ઉતારી ઉના ના ચિખલી ગામ નામાછીમાર ના પરીવાર ના નંબર માંગી તેમા વિડીયો મોકલ્યો હતો આ વિડીયો માછીમાર ના ગૃપ મા વાયરલ થતાં આ બાબતે ભગા પરબત અને તેની સાથે ના ઉના તાલુકાના માછીમાર ને તાત્કાલિક છોડાવવા અંગે કોંગ્રેસ તાલુકા પ્રમુખ ધીરૂૂભાઇ સોલંકી ની આગેવાની હેઠળ રજુઆત કરી સમગ્ર વિગત ફીસરીઝ અધિકારી મત્સ્યોદ્યોગ મંત્રી અને કમિશનર ને રજુઆત કરાય હતી.
ત્રણ માસ જેટલો સમય વિતી ગયા પછી આ ચીખલી ગામના માછીમાર ભગા પરબત બાંભણીયા નું બિમારી સબબ ગત તા 16/1/2026 ના પાકિસ્તાન ની જેલ મા મૃત્યુ પામ્યા હતાં તેના સમાચાર તેમના ચિખલી ગામે રહેતા મોટા ભાઈ અને માતા અને સંતાનો ને મળતાં ગમગીન વાતાવરણ છવાયું હતુંસમગ્રપરીવાર શોકમય બની ગયો છે આ બાબતે ગીર સોમનાથ ફીસરીઝ વિભાગ દ્વારા મૃતક માછીમાર નો પાર્થિવદેહને લેવા રવાના થયેલ છે વાધા બોર્ડર થી અમૃતસર પહોંચી ત્યાં થી બાય પ્લેન અમદાવાદ આવશે અને અમદાવાદ એમ્બ્યુલન્સ મારફતે તા 6/2/2026 ના માદરે વતન ઉના ના ચિખલી ગામે પરિવાર ને મૃતદેહ સોંપી આપવામાં આવશે તેવું કોંગ્રેસ તાલુકા પ્રમુખ ધીરૂૂભાઇ સોલંકી એ અમારા પ્રતિનિધિ ને જણાવ્યું હતું.
