સલાયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કરેલી આત્મહત્યા

મૂળ સલાયાના અને હાલ ખંભાળિયા હરસિદ્ધિ નગરમાં રહેતા જીતેન્દ્ર પ્રેમજીભાઇ વાડોલિયા ઉમ.54 એ ગઈ કાલે પોતાના સલાયાના જૂના મકાનમાં પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ…

મૂળ સલાયાના અને હાલ ખંભાળિયા હરસિદ્ધિ નગરમાં રહેતા જીતેન્દ્ર પ્રેમજીભાઇ વાડોલિયા ઉમ.54 એ ગઈ કાલે પોતાના સલાયાના જૂના મકાનમાં પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ અને આપઘાત કરવા પ્રયત્ન કર્યો હતો.જે બાદ એમના પરિવારજનોએ એમને ખંભાળિયા હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યાંથી વધુ સારવાર અર્થે એમને જી.જી. હોસ્પિટલ જામનગર મુકામે લઈ ગયેલ હતા.

જ્યાં સારવાર દરમ્યાન એમનું મૃત્યુ થયું હતું.જેમના પરિવારજનોએ સલાયા પોલીસ મથકે ફરિયાદ લખાવ્યા મુજબ આ જીતેન્દ્રભાઈએ ભાતેલના રાજભા જાડેજા પાસેથી સાડા ત્રણ લાખ તેમજ કિરણભાઈ ગઢવી રહે ખંભાળિયા પાસેથી ચાર લાખ રૂૂપિયા 5 ટકા વ્યાજે મરણજનારએ લીધા હતા. આ બંને મરણજનારને અવારનવાર ફોન કરી અને પૈસા તેમજ વ્યાજની ઉઘરાણી કરી માનસિક પરેશાન કરતા હતા.મરણજનાર દ્વારા થોડા થોડા કરી વ્યાજના પૈસા ચૂકવી આપ્યા હોવા છતાં આરોપીઓ દ્વારા હેરાન પરેશાન કરતા હોય મજબૂરી વસાત આ જીતેન્દ્રભાઈ એ આ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરવા મજબૂર થયાનું જણાવ્યું હતું.

આમ વ્યાજખોરોના ત્રાસથી આ પગલું યુવાને ભર્યું હોવાની ફરિયાદ પરિવારજનોએ લખાવી હોય સલાયા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 108 54 મુજબ તથા મની લેન્ડર્સ એક્ટ ની કલમ 33 (3) 42 (ડી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.વધુ તપાસ સલાયા મરીન પોલીસ પીઆઈ. વિ.એ.રાણા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *