સારા પગારની નોકરીની લાલચ આપી યુવતીઓને દેહ વ્યપારના ધંધામાં ધકેલવાના રેકેટનો પર્દાફાશ થયો હતો.રાજકોટની એક સગીરા સહિત બે યુવતીઓને બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી નિકોલની પી.વી આર હોટલ ખાતે ગેરકાયદેસર ગોંધી રાખી હતી. તેમને દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં નિકોલ પોલીસ સ્ટેશનામાં ગુનો નોંધાયો હતો અને એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં નાસતા ફરતા રાજકોટની એક યુવતી સહિત ત્રણ શખ્સોને ડિસીપીઝોન-1ની નાસતા ફરતા સ્કોવર્ડે ઝડપી લીધા હતા.
આરોપીઓએ બે યુવતીઓ પૈકી એક એવી 24 વર્ષીય યુવતીના દીકરાને જાનથી મારી નાખવાની આપી ધમકી આપીને તેને દેહ વ્યપારના ધંધામાં જોડાવવા દબાણ કર્યુ હતું.. યુવતીએ હિંમત કરીને પોલીસને આ સમગ્ર બાબતે જાણ કરી હતી. જે બાદ પોલીસે હોટેલમાં રેડ કરી હતી અને સગીરા સહિત બન્ને યુવતીઓને બચાવી લીધી હતી.
ફરિયાદના આધારે રાજદીપસિંહ જાડેજા, મમતા પટેલ, બ્રીજરાજસિંહ ચૌહાણ,લાલા, સોનલ અને મહેશ નામના આરોપી સામે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદની નિકોલ પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રોજગાર માટે યુવતીઓને મોટી લાલચ આપીને દેહવ્યાપારમાં ધકેલવાના કરતૂતનો પર્દાફાશ થયો હતો. આ ઘટનામાં પોલીસને ચકમો આપી ફરાર થયેલા અને રાજકોટમાં ઘંટેશ્ર્વર એઆરપી કેમ્પ પાસે વર્ધમાન ગ્રીનમાં રહેતા મમતા ઉર્ફે માહિ હીરેનભાઇ કયાડા, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઉર્ફે મયુરધ્વજસિંહ જાડેજા અને મુડીના લાલજી ઉર્ફે લાલો મનુ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ડીસીપી ઝોન-1ની નાસતા ફરતા સ્કોવર્ડના પીએસઆઇ બી.વી.ચુડાસમાં, એએસઆઇ જયપાલસિંહ ઝાલા, નીખીલભાઇ પટેલ અને નિલેશભાઇ જમોડએ કરી હતી.
