ગોંડલ પાસે બંધ આઇસર પાછળ કાર ઘુસી જતાં પિતાનું મોત, પુત્ર ઘાયલ

અમદાવાદથી પિતૃકાર્ય માટે સોમનાથ જતા પરીવારને અકસ્માત નડયો હતો. રાજકોટ ગોંડલ હાઇવે પર ગુંદાળા પાસે સર્જાયેલા અકસ્માતમા પિતાનુ મોત થયુ હતુ જયારે પુત્ર સહીત પરીવારના…

અમદાવાદથી પિતૃકાર્ય માટે સોમનાથ જતા પરીવારને અકસ્માત નડયો હતો. રાજકોટ ગોંડલ હાઇવે પર ગુંદાળા પાસે સર્જાયેલા અકસ્માતમા પિતાનુ મોત થયુ હતુ જયારે પુત્ર સહીત પરીવારના 8 સભ્યોને ઇજા થઇ હતી. આ મામલે આઇસર ચાલક સામે બેદરકારીથી રસ્તા વચ્ચે આઇસર પાર્ક કરી રીફલેકટર ચાલુ નહી રાખતા આ અકસ્માત થયા અંગેની ફરીયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ અમદાવાદનાં વસ્ત્રાલ રીંગ રોડ પાસે અક્ષરધામ હાઇટસમા રહેતા ગૌરીબેન ભાનુભાઇ જાદવે નોંધાવેલી ફરીયાદમા આરોપી તરીકે આઇસર નં જીજે 3 એટી 4036 નાં ચાલકનુ નામ આપ્યુ છે. ફરીયાદમા જણાવ્યા મુજબ ગૌરીબેન તથા તેમના પતિ ભાનુભાઇ તથા પુત્ર જયેશ સાથે અર્ટીકા કાર નં જીજે 13 સીબી 1485 મા જયેશનાં સાસરીયાનાં ગામ જશાપર જતા હતા ધાંગ્રધાનાં જશાપર ગામે જતા ભાનુભાઇ કારની આગળની સીટમા બેઠા હતા જયારે પૌત્ર આર્ય (ઉ.વ. ર) તેમનાં ખોળામા બેઠા હતો જયારે ગૌરીબેન અને તેનો પુત્ર જયેશ અને પુત્રવધુ સુનીતા તેમજ વેવાણ હીરાબેન ગોવિંદભાઇ સાગઠીયા તથા હિરાબેનનો પુત્ર એટલે કે જયેશનો સાળો પંકજ અને સાળી શ્રધ્ધાબેન અને કોકીલા સોમનાથ પાટણ ખાતે પિતૃકામ માટે જતા હતા ત્યારે ગોંડલ ગુંદાળા ચોકડી પાસે પહોંચતા આઇસરનાં ચાલકે રસ્તા વચ્ચે આઇસર પાર્ક કર્યુ હોય અને લાઇટ ચાલુ રાખ્યા વગર બેદરકારીથી રસ્તા વચ્ચે પાર્ક કરેલા આઇસર પાછળ અર્ટીકા ઘુસી જતા આ અકસ્માતમા પરીવારનાં સભ્યોને ઇજા થઇ હતી જેમા ગૌરીબેનનાં પતિનુ મોત થયુ હતુ જયારે પુત્ર સહીતનાઓને ઇજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *