જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપ ના પાર્કિંગમાં વર્ના કાર રાખવામાં આવેલી છે, જેની અંદર બિયરના ટીનનો મોટો જથ્થો સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન જી.જે. 7 કે.આર. 5988 નંબર ની કાર બિનવરસુ હાલતમાં મળી આવી હતી. જે કારને ખોલીને અંદર તલાસી લેતા તેમાંથી કુલ 744 નંગ બિયરના ટીન નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર અને બિયર સહિત રૂૂપિયા 3,40,000 નો મુદ્દા માલ કબજે કરી લીધો છે, જ્યારે વાહન ના રજીસ્ટ્રેશન ના નંબર ના આધારે બિયર નો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિતના શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે.
