જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચારવાના કેસમાં બે આરોપીઓને અનુક્રમે પાંચ વર્ષ અને દસ વર્ષની સજાનો અદાલતે આદેશ કર્યો છે.
ફરિયાદી મહિલા ની સગીર વય ની પુત્રી એકાદ મહિના થી ગુમસુમ રહેતી હોય અને કાઈ બોલતી – ચાલતી ન હતી .અને તાં.16/ 7/2021 ના રોજ રડવા લાગી હતી. જેથી માતા એ પુછપરછ કરતા સગીરા એ જણાવેલ કે આજ થી દોઢેક મહિના પહેલા સાંજે ગામ મા હટાણુ કરવા જતી હતી ત્યારે આપણા ગામનો અને સગીરા નો પિતરાઈ ભાઈ લાખા ઉર્ફે લાલો કાનાભાઈ પરમાર તેણી ને મળ્યો હતો અને ચાલ મારે તારૂૂ કામ છે તેમ કહી પોતા ની સાથે લઈ ગયો હતો.
રસ્તા માં તેને પુછેલ કે તુ મને કયા લઈ જાય છે, તેમ કહેતા મને મોઢા ઉપર ડુચો દઇ આગળ જુના જેવા ખંઢેર વાડા પાસે લઈ જઈ જ્યાં કૌટુંબિક કાકા દિનેશ ખીમાભાઈ પરમાર ને સોંપી કહ્યું હતું કે આ રહી તારી રાધા તારે જે કરવું હોય એ કર .તેમ કહી લાખો ત્યાંથી જતો રહ્યો હતો. અને દિનેશ પરમાર એ તેણી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.અને આ વાત કોઈ ને કહીશ તો જાન થી મારી નાખાવાની ધમકી આપી હતી. આ અંગે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતા સરકાર તરફે 19 કેટલા સાક્ષીઓ ને તપાસવામા આવ્યા હતા.તેમજ દસ્તાવેજી પુરાવામાં તેમજ બંને પક્ષો ની દલીલો સાંભળ્યા પછી પોકસો કોર્ટ ના જજ વી પી અગ્રવાલ એ લાખા કાનાભાઇ પરમાર ને 5 વર્ષ ની સજા અને રૂૂ 3000 નો દંડ તથા આરોપી દિનેશ ખીમાભાઈ પરમાર ને 10 વર્ષની સજા અને રૂૂ 5000 નો દંડ તેમજ ભોગ બનનાર ને સરકાર માંથી 1 લાખ નું વળતર ચૂકવવા નો આદેશ કર્યો છે. આ કેસ માં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.
