અમરેલીમાંથી નકલી ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ, ખાતરની બેગ સહિત 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત

અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા મોટા આંકડીયા પીપળલગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. SOGએ ફેક્ટરીમાંથી રૂૂ.…

અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા મોટા આંકડીયા પીપળલગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. SOGએ ફેક્ટરીમાંથી રૂૂ. 16,74,900નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફેક્ટરી, જે નિરીમા એગ્રી પ્રોડક્ટ્સ નામથી કાર્યરત હતી, ત્યાંથી નબળી ગુણવત્તાવાળું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી 50 કિલોની 502 બેગ (કિંમત રૂૂ. 4,46,900), POLY HALITE IPLખાતર ભરેલી 25 કિલોની 720 બેગ (કિંમત રૂૂ. 6,84,000) જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સરોવર સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર કોર્પોરેશન લખેલી 5600 ખાલી પ્લાસ્ટિક બેગ (કિંમત રૂૂ. 14,000) અને ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી 3 મશીનરી (કિંમત ₹5,00,000) પણ સિઝ કરવામાં આવી છે.

આ કાર્યવાહી અગાઉ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસના ભાગરૂૂપે કરવામાં આવી છે. એક મહિના પહેલા બાબરા તાલુકાના ખભાળા ગામ નજીક ફર્ટિલાઇઝર એગ્રોના વિક્રેતા પાસેથી બનાવટી ઈંઋઈઘ કંપનીના માર્કાવાળી પ્લાસ્ટિક બેગમાં હલકી ગુણવત્તાવાળું ખાતર વેચવા બદલ આવશ્યક ચીજવસ્તુ ધારો 1955ની કલમ 7 હેઠળ ગુનો નોંધાયો હતો.

અમરેલી SOG પી.આઈ. આર.ડી. ચૌધરી અને ખેતીવાડી કચેરીની ટીમે આ બનાવટી ખાતરની ફેક્ટરી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કેસમાં લાલાવદરના રહેવાસી ભરત ચીમનભાઈ ધાનાણી આરોપી છે, જેમની ધરપકડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *