લિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધો

મોરબીમાં બનેલી ચકચારી ઘટના, ત્રણ માસના સંબંધનો કરૂણ અંત મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સોશિયલ…

મોરબીમાં બનેલી ચકચારી ઘટના, ત્રણ માસના સંબંધનો કરૂણ અંત

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવક અને મહિલા મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતો. જોકે, થોડા દિવસ પહેલા મહિલા પોતાના ઘરે ગઈ હતી. જે બાદ પરત ન ફરતા યુવાનને લાગી આવ્યું હતું. જેથી યુવકે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મૃતક યુવાનનું નામ હિતેશ મનસુખભાઈ ધમાલ (ઉંમર 26) છે. તેમણે પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, હિતેશનો ત્રણ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા એક મહિલા સાથે સંપર્ક થયો હતો. આ પરિચય ધીમે ધીમે પ્રેમમાં પરિણમ્યો હતો. ત્યારબાદ આ મહિલા મૈત્રી કરાર કરીને છેલ્લા ત્રણ મહિનાથી હિતેશ સાથે તેમના ઘરે રહેતી હતી.

થોડા સમય પહેલા આ મહિલા પોતાના ઘરે પરત ફરી હતી અને ત્યારથી તે પાછી આવી ન હતી. આ બાબતે યુવાનને લાગી આવ્યું હતું. જેથી યુવકે તે યુવતીને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં જ યુવકે લાઈવ સુસાઈડ કર્યું હતું. જેનો વીડિયો પણ હાલ સામે આવ્યો છે. યુવતી ઘરે પરત ન ફરતા યુવકને લાગી આવતા આપઘાતનું પગલું ભર્યું હતું. મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ બી.કે. દેથા કરી રહ્યા છે. મૈત્રી કરારમાં સાથે રહેતી યુવતી પરત ન ફરતા યુવકને લાગી આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *