બોટાદ જિલ્લા સેવાસદનમાં આવેલા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા નિરીક્ષકે કુંવરબાઈનુ મામેરુ યોજનાના લાભાર્થીઓના રૂૂપિયા પોતાના અને પોતાના પરિવારના બેંક ખાતામાં નાખવી રૂૂ.24.48 લાખની ઉચાપત કરી હતી.બોટાદના આનંદધામ રેસીડેન્સી ખાતે રહેતા અને બોટાદ જીલ્લા સેવા સદનમા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી) બોટાદ તરીકે ફરજ બજાવતા કેતનભાઈ મનુભાઈ વાકાણીએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, અત્રેની કચેરીમાં આઉટ સોર્સથી સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષ કાનજીભાઈ પરમારએ કુંવરબાઈનુ મામેરુ યોજનાના એક લાભાર્થી ધુ્રવીશાબેનની અરજીમાં ધુ્રવિશાબેને જે બેંક ખાતા નંબર લખેલો હતો.
તેની જગ્યાએ બીજો બેંકખાતા નંબર નાખીને લાભની રકમ રૂૂપીયા 12,000 મેળવી લીધેલ હતી અને શૈલેષ કાનજીભાઈ પરમારએ તા.01/07/2025 થી અત્યાર સુધીમાં 204 જેટલા લાભાર્થી રૂૂપીયા 12,000ની રકમ લેખે કુલ રૂૂ. 24,48,000 જેટલી માતબર રકમ તેમના તથા તેમના પરીવારના તથા અન્ય બેંક ખાતાઓમાં નાખી નાણાકિય ગેરરીતી આચરીને સરકારના નાણાની ઉચાપત કરી હોવાનું સામે આવતા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી) બોટાદના કેતનભાઈએ શૈલેષ વિરૂૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગઈ તા. 02/04/2026 ના રોજ કુંવરબાઈનુ મામેરુ યોજનાના લાભાર્થી ધુ્રવિતાબેન વિમલભાઈ ભાવનગરીયા (રહે.ટાટમ) એ અરજી કરેલ હોય અને હજુ સુધી લાભ નહીં મળતા વાડી કચેરી દ્વારા તપાસના આદેશ છૂટતા હતા. જેની તપાસ દરમિયાન સમગ્ર ઉચાપતનો ભાંડો ફૂટયો હતો.
