ગુજરાત
રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસો.ની ચૂંટણી જાહેર: 20મી ડિસેમ્બરે મતદાન
‘વન બાર વન વોટ’ હેઠળ નોંધાયેલા સભ્યોની મતદાર યાદી મોકલવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સુચના
સમગ્ર દેશમાં હજુ લોકસભાની ચુંટણીના પડઘમ શાંત પડયા નથી ત્યાન ગુજરાત બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા રાજકોટ સહીત રાજયના તમામ બાર એસોસીએશનની ચુંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 20 ડિસેમ્બરના રોજ ચુંટણી યોજવા અને 15મી ડિસેમ્બર સુધીમાં વન બાર વન વોટ હેઠળ નોંધાયેલા સભ્યોની યાદી તૈયાર કરી મોકલી આપવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સુચના આપવામાં આવી છે.
રાજકો સહીત રાજયના તમામ બાર એસોશિએસનીમાં શિસ્તબધ્ધ ચુંટણી પ્રક્રિયાઓ યોજવા માટે ‘ગુજરાત બાર એસોશિએસન રૂૂલ્સ, 2015″ મુજબ ‘વન બાર વન વોટ’ હેઠળ ચુંટણી યોજવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા. 24/08/2024 ના રોજ મળેલ અસાધારણસભામાં સર્વાનુમતે થયેલા ઠરાવ મુજબ તમામ બાર એસોશિએસનોએ તા. 20/12/2024 ના રોજ ચુંટણી યોજવાની રહેશે. જે અનુસંધાને દરેક બાર એસોશિએસનોએ તા. 15/10/2024 સુધીમાં પીતાના બાર એસોશિએસનમાં ‘વન બાર વન વોટ’ હેઠળ નોંધાયેલા સભ્યોની મતદારયાદી તૈયાર કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસે મોકલી આપવાની રહેશે અને દરેક બાર એસોસિએશનીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વારા નકકી કર્યા મુજબ ચુંટણી યોજવાની રહેશે.
જે બાર એસોશિએસન તા. 15/10/2024 સુધીમાં પોતાના બાર એસોસિએસનની મતદારયાદી મોકલશે નહિ તેવા બાર એસોસિએસનોની ચુંટણી અંગેની કોઈ પણ તકરાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ લાવી શકશે નહિ તેમજ તેવા બાર એસોગિએસન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વાશ મળવાપાત લાભોથી વંચિત રહેશે. કોઈપણ ધારાશાસ્ત્રી એક કરતાં વધુ બાર એસોસિએશનમાં મતદાન કરી શકશે નહિ કે ચુંટણી લડી શકશે નહિ.
તેમજ જો કોઈ ધારાશાસ્તી એક કરતા વધુ જગ્યાએ મતદાન કરતા માલુમ પડરી તો ગુજરાત બાર એસોસિએસન રૂૂલ્સ, 2015″ અનુસાર તેમને ત્રણ વર્ષ માટે બાર એસોશિએસનમાંથી બરતરફ કરવામાં આવશે તેમજ એડવોકેટસ એકટ, 1961ની કલમ-35 મુજબ વ્યવસાયિક ગરવર્તણુંક માટે જવાબદાર રહેશે.આપના બાર એસોશિએસનના પ્રમુખ/સેકેટરી તથા શૈદ્દેદારોને બાર એસોશિએસનમાં નોંધાયેલ તમામ સભ્યોને આ બાબતે જાણકારી આપવા આ પત આપના બાર એસોશિએસનના નોટીસ બોર્ડ પર મુકવા તેમજ ચુંટણી પ્રક્રિયા સંદર્ભે જરૂૂરી સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી છે અપીલ અપીલ કરવામાં આવી છે.
ગુજરાત
અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ડબ્બામાં પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગે આગ કર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં અફરાતફરી સર્જાય હતી. અંકલેશ્વરથી ભરુચ તરફ આવી રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આગના પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ગુજરાત
દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય, ભારતના રક્ષિત સ્મારકોમાં તે સમાવિષ્ટ છે. અહીં આવેલા મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોવાથી યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે મોટી સંખ્યામાં શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતા હોય છે.
કમનસીબે અહીં દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલા શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.
ક્રાઇમ
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
- ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –
ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
-
ધાર્મિક17 hours ago
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
-
ગુજરાત17 hours ago
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
-
ક્રાઇમ11 hours ago
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
-
ગુજરાત11 hours ago
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
-
ગુજરાત11 hours ago
ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
-
ક્રાઇમ11 hours ago
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
-
ગુજરાત11 hours ago
આધેડનો કમળપૂજાનો પ્રયાસ
-
ગુજરાત11 hours ago
1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી